મોહાલી ટેસ્ટમાં ભારતની ધમાકેદાર જીત, જીત અપાવનાર 5 હીરો

Subscribe to Oneindia News

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે મોહાલી ટેસ્ટ ભારતે જીતી લીધી છે. ભારતે 8 વિકેટથી ત્રીજી ટેસ્ટ પોતાના નામે કરી લીધી છે. ઇંગ્લેંડના 103 રનોના લક્ષ્ય સામે ટીમ ઇંડિયાએ 2 વિકેટ ગુમાવીને નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરી લીધુ હતુ. ઇંગ્લેંડ સામે ત્રીજી ટેસ્ટ મેચમાં ધમાકેદાર જીત મેળવીને ટીમ ઇંડિયા 5 મેચોની સીરિઝમાં 2-0 થી આગળ છે. ટીમ ઇંડિયાની આ શાનદાર જીતમાં બેટિંગ અને બોલિંગ બંનેએ કમાલ બતાવી. 8 વર્ષ બાદ ટીમમાં પાછા ફરેલ પાર્થિવ પટેલે પસંદગીકારોની આશા પર ખરા ઉતરીને બતાવી દીધુ છે. આ રહ્યા જીતના 5 હીરો..

india

રવીન્દ્ર જાડેજા

પહેલા દાવમાં 90 રન બનાવનાર રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ પણ લીધી. તેણે બીજા દાવમાં પણ ઇંગ્લેંડની 2 વિકેટ લીધી. જાડેજાને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ બનાવવામાં આવ્યો. સતત આલોચકોના નિશાના પર રહેલ જાડેજાના બેટથી ઘણા સમય બાદ આવો કમાલ જોવા મળ્યો. આ તેના ટેસ્ટ કેરિયરનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

india

રવિચંદ્રન અશ્વિન

અશ્વિને ગઇ મેચોની જેમ સતત શાનદાર પ્રદર્શન કર્યુ. પહેલા દાવમાં તેણે 72 રન બનાવ્યા અને ઇંગ્લેંડની એક વિકેટ પણ લીધી. બીજા દાવમાં તેણે બોલનો કમાલ બતાવ્યો અને ઇંગ્લેંડના ત્રણ બેટ્સમેનને પેવેલિયન ભેગા કરી દીધા. તેણે મેચમાં કુલ 4 વિકેટ લીધી.

india

પાર્થિવ પટેલ

લગભગ 9 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પાછા આવનાર વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે શાનદાર પ્રદર્શન કર્યુ. તેણે પહેલા દાવમાં 42 રન બનાવ્યા. બીજા દાવમાં તેણે 67 રન બનાવીને ટીમ ઇંડિયાને જીત અપાવી. પટેલે 21 મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો મારીને ટીમ ઇંડિયાને શાનદાર જીત અપાવી.

india

જયંત યાદવ

પોતાની બીજી ટેસ્ટ મેચ રમનાર જયંત યાદવે મેદાન પર બેટિંગ અને બોલિંગ બંનેમાં દમ બતાવ્યો. તેણે આ મેચમાં પોતાનું પહેલુ અર્ધશતક બનાવ્યુ. 55 રનોના દાવમાં તેણે 5 ચોગ્ગા માર્યા. તેણે બંને દાવમાં ઇંગ્લેંડના બે-બે ખેલાડીઓને આઉટ પણ કર્યા.

india

કેપ્ટન વિરાટ કોહલી

કેપ્ટન વિરાટ કોહલીએ આ મેચમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યુ. તેણે પહેલા દાવમાં 62 રન બનાવ્યા. જેમાં તેણે 9 ચોગ્ગા માર્યા. કોહલીએ બીજા દાવમાં અણનમ 6 રન બનાવ્યા. કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇંડિયાએ ટેસ્ટ મેચોમાં સતત શાનદાર પ્રદર્શન કર્યુ છે.

English summary
heros of team india's victory in mohali test against england.
Please Wait while comments are loading...