કેટલી સંપતિનો માલિક છે હાર્દિક પંડ્યા? જાણો ડિવોર્સ માટે નતાશાને કેટલી પ્રોપર્ટી આપવી પડશે?
છેલ્લા ઘણા સમયથી લાગી રહેલી અટકળોનો અંત કરતા હાર્દિક પંડ્યા અને નતાશાએ ડિવોર્સની જાહેરાત કરી દીધી છે. આ સાથે હવે સંપતિને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.
અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યા લગભગ 11 મિલિયન ડોલર એટલે કે 91 કરોડની સંપત્તિનો માલિક છે. હાર્દિકની આવકના મુખ્ય સ્ત્રોત ક્રિકેટ અને જાહેરાત છે.

સમાચારો અનુસાર, હાર્દિકને IPLમાંથી 15 કરોડ રૂપિયાની ફી મળે છે. હાર્દિક પંડ્યા BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં A ગ્રેડમાં છે. હાર્દિકને BCCI તરફથી દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે.
આ સિવાય હાર્દિક પંડ્યા ઘણી બ્રાન્ડ સાથે પણ જોડાયેલો છે. તેઓ આમાંથી ઘણી કમાણી પણ કરે છે. હાર્દિક બોટ, મોન્સ્ટર એનર્જી, ધ સોલ્ડ સ્ટોર, ડ્રીમ 11, હાલા પ્લે, ગલ્ફ ઓઈલ, જીલેટ, વિલેન લાઈફ પરફ્યુમ્સ, ઝૈગલ, સિન ડેનિમ, ઓપ્પો અને રિલાયન્સ રિટેલ જેવી બ્રાન્ડ્સ સાથે સંકળાયેલો છે.
રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યા પાસે ગુજરાતના બરોડામાં એક આલીશાન પેન્ટહાઉસ છે, જેની કિંમત 3.6 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. તેણે વર્ષ 2016માં અંદાજે 6 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલું આ ઘર ખરીદ્યું હતું. આ ઉપરાંત તેની પાસે મુંબઈના વર્સોવા વિસ્તારમાં ટુ બીએચકે એપાર્ટમેન્ટ છે.
હાર્દિકને લક્ઝરી કારનો શોખ છે. રિપોર્ટ્સ અનુસાર, તેના કલેક્શનમાં Audi A6, Lamborghini Huracan EVO અને Mercedes G Wagon જેવી કરોડોની કિંમતની કાર છે.
સોશિયલ મીડિયા પર સતત એવી ચર્ચા ચાલી રહી હતી કે હાર્દિક પંડ્યા અને તેની પત્ની છૂટાછેડા લેવા જઈ રહ્યા છે અને હાર્દિકથી અલગ થયા બાદ તેની પત્ની ક્રિકેટરની 70 ટકા સંપત્તિ લઈ લેશે. જો કે મિલકતની વહેંચણી અંગે બંને પક્ષો તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.












Click it and Unblock the Notifications
