ICC Awards : ફરીથી કિંગ કોહલી નંબર વન, ચોથી વખત ICC વન ડે પ્લેયર ઓફ ધ યર જાહેર

2023 માં બેટથી ધમાલ મચાવનારા વિરાટ કોહલીએ ફરીથી સાબિત કર્યુ છે કે તે આજે પણ કિંગ કોહલી છે. વિરાટ કોહલીએ ફરીથી ICC વન ડે પ્લેયર ઓફ ધ યર જાહેર કરાયો છે.

ICC એવોર્ડની અન્ય એક મોટી શ્રેણી ODI ક્રિકેટર ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી છે. ICCએ આ એવોર્ડના વિજેતા તરીકે એક ભારતીય ખેલાડીનું નામ જાહેર કર્યુ છે.

King Kohli

ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને ICC પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. કોહલી સાથે આ એવોર્ડ માટે શુભમન ગિલ. મોહમ્મદ શમી અને ડેરીલ મિશેલ પણ રેસમાં હતા પરંતુ કોહલીએ બધાને પાછળ છોડીને બાજી જીતી લીધી.

વિરાટ કોહલીએ ચોથી વખત આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. 2012માં તેને ODI પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે સમયે તેમની ઉંમર માત્ર 24 વર્ષની હતી. હવે તે 35 વર્ષનો છે પરંતુ તેની ફિટનેસ અને સ્પોર્ટ્સમાં કોઈ ફેરફાર નથી. કોહલીએ 2017 અને 2018માં પણ આ સિદ્ધિ મેળવી હતી. ચાર વખત આ એવોર્ડ મેળવનાર તે પ્રથમ ક્રિકેટર છે.

ODI ક્રિકેટર ઓફ ધ યર ઉપરાંત ICCએ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરની પણ જાહેરાત કરી છે. ઉસ્માન ખ્વાજાને ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. પેટ કમિન્સને વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો છે. આ રીતે ICCએ દરેક કેટેગરીમાં એવોર્ડ વિજેતાઓની જાહેરાત કરી છે. જો રૂટ, અશ્વિન અને ટ્રેવિસ હેડ પણ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરના દાવેદાર હતા પરંતુ ઉસ્માન ખ્વાજા આ ત્રણેય કરતા આગળ નીકળી ગયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X