For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC ની વર્ષની પહેલી T-20 રેન્કિંગ, ભારતીયોનો દબદબો!

ICC એ વર્ષ 2020ની પ્રથમ T-20 રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને એક રેન્કનો ફાયદો થયો છે.

|
Google Oneindia Gujarati News

ICC એ વર્ષ 2020ની પ્રથમ T-20 રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને એક રેન્કનો ફાયદો થયો છે. આ રેન્કિંગમાં વિરાટ કોહલી 10 માં સ્થાનેથી 9 માં ક્રમે પહોંચી ગયો છે. ટેસ્ટ અને વનડે માં ટોચના સ્થાને રહેલો વિરાટ કોહલી 683 પોઇન્ટ સાથે T-20 રેન્કિંગમાં નવમા ક્રમે છે.

રેન્કિંગમાં ફાયદો

રેન્કિંગમાં ફાયદો

આ રેન્કિંગમાં શ્રીલંકા સામે 45 અને 54 રનની ઈનિંગ્સ રમનારા લોકેશ રાહુલને 26 પોઈન્ટનો ફાયદો થયો છે. જો કે તેના રેન્કિંગમા કોઈ સુધારો નથી અને તે છઠ્ઠા ક્રમે બરકરાર છે. ફાયદાની વાત એ છે કે ગ્લેન મેક્સવેલની તુલનામાં પોઇન્ટ્સ ઓછા થયા છે. કેએલ રાહુલ હવે ગ્લેન મેક્સવેલથી માત્ર 6 પોઇન્ટ પાછળ છે. પૂણે ટી -20 માં અડધી સદી ફટકારનારા ઓપનર શિખર ધવનને એક રેન્કનો ફાયદો થયો છે અને તે 15 માં સ્થાને પહોંચ્યો છે. લાંબા સમય બાદ ટીમમાં રમનાર મનીષ પાંડે પણ 4 રેન્ક આગળ આવીને 70 માં સ્થાને પહોંચી ગયો છે.

નવદીપ સૈનીની મોટી છલાંગ

નવદીપ સૈનીની મોટી છલાંગ

આઈસીસી દ્વારા જાહેર કરાયેલી આ પ્રથમ T-20 રેન્કિંગમાંના ભારત ઝડપી બોલરોને ફાયદો થયો છે તેને જોતા આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું મનોબળ મજબુત બનશે. નવદીપ સૈનીએ આ રેન્કિંગમાં સૌથી મોટો કૂદકો લગાવ્યો છે અને તે 146માં સ્થાનથી સીધો 98 માં સ્થાને પહોંચી ગયો છે. શાર્દુલ ઠાકુરે ફરીથી એક વખત 92મોં ક્રમ મેળવ્યો છે. આ બંને ભારતીય બોલરોએ શ્રીલંકા સામે 2 મેચમાં 5-5 વિકેટ લીધી હતી.

બુમરાહને 8 રેન્કનો ફાયદો

બુમરાહને 8 રેન્કનો ફાયદો

ઈજા બાદ પરત ફરેલા જસપ્રિત બુમરાહના શ્રીલંકા સામેના સારા પ્રદર્શનનો ફાયદો આઈસીસી T-20 રેન્કિંગમાં પણ જોવા મળ્યો છે. જસપ્રિત બુમરાહ 8 રેન્કના ફાયદા સાથે 39 માં સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકા તરફથી શ્રેણીમાં 74 રન બનાવનારા ધનંજય ડી સિલ્વાને બેટ્સમેન રેન્કિંગમાં 72 રેન્કનો ફાયદો થયો છે અને તે 115 માં સ્થાને પહોંચી ગયો છે. શ્રેણીમાં ત્રણ વિકેટ લેનાર સ્પિનર લક્ષણ સંદાકન 10 રેન્કના ફાયદા સાથે 29 માં સ્થાને પહોચ્યો છે.

ટીમ રેન્કિંગમાં ભારતને બે પોઇન્ટ

ટીમ રેન્કિંગમાં ભારતને બે પોઇન્ટ

આઈસીસી T-20 ટીમ રેન્કિંગમાં ભારતને બે પોઇન્ટ મળ્યા છે પરંતુ ટીમ 260 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે જ રહી છે. શ્રીલંકાને બે પોઇન્ટનું નુકસાન થયુ છે અને તે અફઘાનિસ્તાન સાથે સંયુક્ત રીતે 236 પોઇન્ટ પર છે. બોલરોની યાદીમાં અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાનને પ્રથમ સ્થાન મળ્યુ છે તો પાકિસ્તાનના બાબર આઝમ 879 પોઇન્ટ સાથે બેટ્સમેનોની રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે.

આ પણ વાંચોઃ INDvNZ: ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની થશે જાહેરાત, શું ધોની પરત ફરશે?આ પણ વાંચોઃ INDvNZ: ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની થશે જાહેરાત, શું ધોની પરત ફરશે?

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC's first T-20 ranking of the year, Indians dominate!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X