Ind Vs Pak: ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું
આજે વર્લ્ડ કપ 2019 ટુર્નામેન્ટનો સૌથી મોટો હાઈવોલ્ટેજ મુકાબલો જોવા મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ અંગે કરોડો ક્રિકેટ ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
આજે વર્લ્ડ કપ 2019 ટુર્નામેન્ટનો સૌથી મોટો હાઈવોલ્ટેજ મુકાબલો જોવા મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ અંગે કરોડો ક્રિકેટ ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. દરેક લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે આ મેચ વચ્ચે વરસાદ ખલેલ ના પાડે. પાકિસ્તાન ક્રિકેટ કોચ મિકી આર્થરે કહ્યું કે ભારત અને પાકિસ્તાન મેચ જોનાર લોકોની સંખ્યા અને ફૂટબૉલ વર્લ્ડ કપ ફાઇનલ મેચ જોનાર લોકોની સંખ્યા બરાબર હોય છે.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત સાંભળીને જ તમે ચોંકી જશો, હાઈવોલ્ટેજ મુકાબલો થશે

આ મેચ અંગે ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીએ કંઈક આવું કહ્યું
કોહલીએ કહ્યું કે તેમની ટીમ ફક્ત પાકિસ્તાન જ નહીં પણ કોઈ પણ ટીમને હરાવી શકે છે. કોહલીએ કહ્યું કે આ ટૂર્નામેન્ટ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જીત્યા પછી સમાપ્ત થશે નહીં, તેથી આ બધી વસ્તુઓથી કોઈ પણ ફરક નથી પડતો. કોહલીએ કહ્યું કે ખેલાડીઓ પર કોઈ દબાણ નથી. તેમણે કહ્યું કે ટીમ ઇન્ડિયા તેની તાકાત પર રમશે. ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવનની ઈજા વિશે વિરાટ કોહલીએ કહ્યું હતું કે તેઓ રમ્યા હોત તો વધારે સારું હોત, પરંતુ ટીમ તણાવમાં બિલકુલ નથી. હું થોડો નર્વસ છું પરંતુ ટીમમાં એવા ખેલાડીઓ છે જે કોઈપણ નંબર પર રમી શકે છે.

સટ્ટા બજાર મુજબ કોણ જીતશે?
વર્લ્ડ કપ શરૂ થતા જ સટ્ટા બજારનો માહોલ બદલાય જાય ચે. સટ્ટા વેપારીઓએ પોતપોતાના ભાવ ખોલી દીધા છે અને એવામાં સટ્ટો જોરથી લગાવાઈ રહ્યો છે અને આ સટ્ટા બજારમાં કાલે રમાનાર ભારત-પાકિસ્તાન મેચમાં ભારતની જીતની સંભાવના જતાવવામાં આવી રહી છે. સટ્ટા બજારમાં કાલે રમાનાર મેચમાં ભારત તરફથી જે રેટ ખુલ્યા છે તે 42 રૂપિયા જ્યારે પાકિસ્તાનની જીત પર સટ્ટા બજારમાં 45 રૂપિયાના ભાવ ખુલ્યા છે. આ ભાવ આવ્યા બાદ સટ્ટા બજારે સંભાવના જતાવી કે ભારતની જીત પાક્કી જ છે. સટોળિયાઓ મુજબ જે ટીમ પહેલા બેટિંગ કરશે તેણે ઓછામાં ઓછા 330 રનતો બનાવવા જ પડશે ત્યારે જ જીત નકકી થશે.

અકરમને આ વાતની ચિંતા
વસીમ અકરમે જે વાતની સૌથી વધુ ચિંતા જતાવી છે એ છે કે પાકિસ્તાની ટીમમાં પાંચમા બોલરની કમી છે. તેમણે પાકિસ્તાની ટીમને ભારતના મુકાબલાની ઠીક પહેલા ઉકેલ આપ્યો કે ટીમમાં શાદાબ ખાનને સામેલ કરે. તેમણે પાકિસ્તાની બોલરની વાત કરતા કહ્યું કે પાકિસ્તાની ફાસ્ટ બોલર્સે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ લેંથ બોલિંગ નહોતી કરી. આમિરને બાદ કરતાં કોઈ બોલર્સ તેમના બેટ્સમેનને પરેશાન નહોતા કરી શક્યા. જણાવી દઈએ કે આ વર્લ્ડ કપમાં આમિરે અત્યાર સુધીમાં સૌથી વધુ 10 વિકેટ ખેરવી છે અને તેમણે ચેમ્પિયન્સ ટ્રોપીમાં પણ ભારત વિરુદ્ધ કહેર મચાવ્યો હતો. વસીમ અકરમે જણાવ્યું કે હાફીઝ અને મલિકની બોલિંગ છતાં પાકિસ્તાનને પાંચમા બોલરની કમી ખટકશે. જેનો ટીમ ઈન્ડિયા ફાયદો ઉઠાવવા માંગશે.












Click it and Unblock the Notifications
