For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત સાંભળીને જ તમે ચોંકી જશો, હાઈવોલ્ટેજ મુકાબલો થશે

ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત સાંભળીને જ તમે ચોંકી જશો, હાઈવોલ્ટેજ મુકાબલો થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત-ાકિસ્તાન વચચે ક્રિકેટ મેચ હોય અને ફેન્સમાં જૂનુન ન જાગે તેવું બની ન શકે. આઈસીસી કપ 2019નો 22મો મુકાબલો રવિવારે મેનચેસ્ટરમાં પાકિસ્તાનનો સામનો ભારત સામે થવા જઈ રહ્યો છે. આ મેચને જોવા માટે ફેન્સ ખુબ પૈસા લૂટાવી રહ્યા છે, જેની કિંમત જાણી તમે ચોંકી જશો. મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર થનાર આઈસીસી વર્લ્ડ કપ 2019 મુકાબલાની ટિકિટની કિંમત 60 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

ટિકિટની કિંમતોમાં ભારે વધારો

ટિકિટની કિંમતોમાં ભારે વધારો

વર્ષ 2013 બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ સિરીઝ નથી રમાઈ પરંતુ આઈસીસીના મોટા ટૂર્નામેન્ટના કારણે જ આ બંને ટીમ લાંબા સમયે બાદ આમનો-સામનો કરવા જઈ રહી છે. એવામાં આને મહામુકાબલો કહી શકાય છે જેના પર આખી દુનિયાની નજર બનેલી રહે છે. બ્રિટનમાં લાખોની સંખ્યામાં ભારતીય અને પાકિસ્તાની મૂળના લોકો રહે છે અને આ કારણે જ આ મહામુકાબલા માટે તેની ટિકિટોની કિંમત પણ તગડી છે. ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં 20 હજાર લોકો એકસાથે બેસીને મેચ જોઈ શકે છે. ગણતરીની કલાકોમાં જ આ ટિકિટ વહેંચાઈ ગઈ, પરંતુ જે લોકોએ ટિકિટ પહેલાથી જ ખરીદી હતી તેઓ ચાર ગણી કમાણી કરી રહ્યા છે.

જાણો કેટલી છે કિંમત

જાણો કેટલી છે કિંમત

લોકોએ ટિકિટોને વેબસાઈટ-વિયાગોગોના માધ્યમથી રીસેલ કરી. આ વેબસાઈટ મુજબ લગભગ 480 ટિકિટ બીજીવાર વેચાઈ છે અને તેમાં બ્રોન્ઝ, ગોલ્ડ, પ્લેટિનમ અને સિલ્વર કેટેગરીની ટિકિટ હતી. બ્રોન્ઝ અને સિલ્વર કેટેરીની ટિકિટ હવે વેચાઈ ગઈ છે અને તેની કિંમત 17 હજારથી 27 હજાર રૂપિયા સુધીની રહી. વેબસાઈટે જો કે એ નથી જણાવ્યું કે રીસેલ માટે તેમણે ટિકિટ કેટલામાં ખરીદી હતી પરંતુ રીસેલ કરેલી ટિકિટ તેમણે બતાવી છે.

આ કેટેગરીની ટિકિટ સૌથી વધુ વેચાઈ

આ કેટેગરીની ટિકિટ સૌથી વધુ વેચાઈ

જ્યારે 58 ગોલ્ડ અને 51 પ્લેટિનમ કેટેગરીની ટિકિટ સૌથી મોંઘી વેચાણી, જેની કિંમત 47 હજાર રૂપિયાથી લઈ 62 હજાર રૂપિયા સુધી રાખવામાં આવી છે. બ્રોન્ઝ અને સિલ્વર કેટેગરીની ટિકિટની કિંમતોમાં પાંચ હજાર રૂપિયાનો અંતર છે. વેબસાઈટે સ્ટેડિયમનો નકશો બનાવીને ઉપલબ્ધ ટિકિટની જગ્યાની માહિતી આપી છે સાથે જે તે જગ્યાએ મળતી સુવિધા વિશે પણ લખ્યું છે.

INDvPAK: કોહલી આગળ ઝુક્યા પાકિસ્તાની બેટ્સમેન, બોલ્યા- આમનાથી જ બધું સીખ્યાINDvPAK: કોહલી આગળ ઝુક્યા પાકિસ્તાની બેટ્સમેન, બોલ્યા- આમનાથી જ બધું સીખ્યા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ticket price of india pakistan match of world cup 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X