For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂઝીલેન્ડની ત્રણ કમજોરી જેનાથી વિરાટ સેનાને મળી શકે છે લોર્ડ્સમાં ફાઈનલની ટિકિટ

ન્યૂઝીલેન્ડની ત્રણ કમજોરી જેનાથી વિરાટ સેનાને મળી શકે છે લોર્ડ્સમાં ફાઈનલની ટિકિટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019નો પહેલો સેમીફાઈનલ મુકાબલો મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર મંગળવારે રમાશે. લીગ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં શીર્ષ પર રહેલ ભારતીય ટીમ કોઈપણ વર્લ્ડ કપ મુકાબલામાં 16 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો કરશે. ન્યૂઝીલેન્ડની ટીમે આ વર્લ્ડ કપમાં ધમાકેદાર શરૂઆત કરી હતી પરંતુ અંતની ત્રણ સતત મેચ હાર્યા બાદ આ ટીમને કમજોર ગણવામાં આવી. 2015 વર્લ્ડ કપની ઉપવિજેતા રહેલ આ ટીમ સંતુલિત તો છે પરંતુ હાલના વર્લ્ડ કપના લીગ મેચમાં આ ટીમની કેટલીય કમજોરીઓ સામે આવી ગઈ છે. જાણો શું છે કીવી ટીમની એ 3 કમજોરી જેના પર વિરાટ અને ટીમ ઈન્ડિયા હુમલો બોલી લોર્ડ્સમાં ફાઈનલ રમવા માંગશે.

ઓપનર છે સૌથી મોટી કમજોરી

ઓપનર છે સૌથી મોટી કમજોરી

ન્યૂઝીલેન્ડની પહેલી સૌથી મોટી કમજોરી તેમનું ટૉપ ઑર્ડર બેટિંગ ફ્લૉપ થવું રહ્યું છે. વિસ્ફોટક બેટ્સમેન માટે મશહૂર ઓપનર માર્ટિન ગપ્ટિલ હાલના વર્લ્ડ કપમાં ખરાબ રીતે ફ્લૉપ થયા. ભારતીય બોલર્સ સૌથી પહેલા આ ખેલાડીને શરૂઆતી 5-10 ઓવરમાં આઉટ કરવા માંગશે. 2015 વર્લ્ડ કપની 9 મેચમાં સૌથી વધુ 547 રન બનાવનાર માર્ટિન ગુપ્ટિલે લીગ સ્ટેજની 8 મેચમાં કુલ 166 રન બનાવ્યા છે. ગુપ્ટિલે પાછલા વર્લ્ડ કપમાં ધુઆંધાર ઈનિંગ રમી હતી અને ટીમની કેટલીય જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ભારતીય બોલર્સની નજર આ બેટ્સમેનને જલદી જ આઉટ કરવા પર હશે જેનાથી મોટા મેચની ટીમ કહેવાતી ન્યૂઝીલેન્ડને ઓછામાં ઓછા સ્કોર પર રોકી શકાય અથવા તો ટાર્ગેટનો પીછો કરતા પણ આ ટીમ મોટો પડકાર ન આપી શકે. ઓપનર કૉલિન મુનરોના પણ આવા જ હાલ છે. તેમના બેટથી પણ આ ટૂર્નામેન્ટમાં મોટો સ્કોર નથી નીકળ્યો માટે શમી, ભુવિ અને બુમરાહ તેમની વિરુદ્ધ વિશેષ પ્લાન બનાવશે.

કેપ્ટનના ખભે બેસીને વર્લ્ડ કપ જીતશે ટીમ?

કેપ્ટનના ખભે બેસીને વર્લ્ડ કપ જીતશે ટીમ?

હાલના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમને ડાર્ક હોર્સ કહેવાઈ રહી છે અને આ ટીમને એ વાતનો કોઈ ફરક નથી પડી રહ્યો. કીવી ટીમની બીજી મોટી કમજોરી કેપ્ટન કેન વિલિયમસન પર સંપૂર્ણ રીતે નિર્ભર છે. જો જો ન્યૂઝીલેન્ડના બેટ્સમેનના પ્રદર્શન પર નજર નાખવામાં આવે તો આ વાત સ્પષ્ટ છે કે આખરે કેવી રીતે આ ટીમ કેપ્ટન વિલિયમસનના કંધા પર સવાર થઈ વર્લ્ડ ચેમ્પિયન બનવા માંગે છે. એક ડેટા મુજબ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ ટીમ માટે સૌથી વધુ રન તેમના કેપ્ટને બનાવ્યા છે. તેમણે ટીમ માટે કુલ રનમાં 32 ટકા ખુદ બનાવ્યા છે જ્યારે રૉસ ટેલરે 16 કા, જિમી નીશમે 12.8 ટકા અને માર્ટિન ગુપ્ટિલે 11 ટકા રન બનાવ્યા છે. કેપ્ટન વિલિયમસન જે કોઈપણ મેચમાં ન ચાલી શકે તેમાં આ ટીમ હંમેશા મુશ્કેલીમાં દેખાઈ. વિંડીઝ અને બાંગ્લાદેશ પણ આ ટીમ વિરુદ્ધ જીતતાં જીતતાં હારી ગઈ.

મિડલ ઓર્ડર પર આક્રમણ કરવું પડશે

મિડલ ઓર્ડર પર આક્રમણ કરવું પડશે

ન્યૂઝીલેન્ડ ટીમનો મિડલ ઓર્ડર પણ કમજોર છે. કેપ્ટનને છોડી કોઈપણ બેટ્સમેન નિરંતર પ્રદર્શન કરવામાં નાકામ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ પહેલા જ પોતાના જીવનના પ્રાઈમ ફોર્મથી પસાર થી રહેલ રૉસ ટેલર રન બનાવવામાં મુશ્કેલી અનુભવતા દેખાયા અને તેમણે 8 મેચની 7 ઈનિંગમાં કુલ 261 રન બનાવ્યા છે. ભારતીય બોલર તેમની કમજોરી પર હોમ વર્ક કરી તેમની વિકેટ જલદી જ લેવા માંગશે. આ વર્લ્ડ કપમાં આખા ટૂર્નામેન્ટમાં આઉટ ઑફ ફોર્મ રહેલા બેટ્સમેન હંમેશા ફોર્મમાં આવતા દેખાય છે. ઈંગ્લેન્ડના જૉની બેરસ્ટો અને શ્રીલંકાના એંજેલો મેથ્યૂઝ તેનું ઉદાહરણ છે. બંનેએ સદી ફટકારી હતી.

Video: પાકિસ્તાની એક્સપર્ટનો દાવો, 'ભાજપના દબાણમાં શમીને ટીમમાંથી ડ્રોપ કર્યો'Video: પાકિસ્તાની એક્સપર્ટનો દાવો, 'ભાજપના દબાણમાં શમીને ટીમમાંથી ડ્રોપ કર્યો'

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
three weekness of new zealand can make india's entry to final in world cup 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X