For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પાકિસ્તાની એક્સપર્ટનો દાવો, 'ભાજપના દબાણમાં શમીને ટીમમાંથી ડ્રોપ કર્યો'

Video: પાકિસ્તાની એક્સપર્ટનો દાવો, 'ભાજપના દબાણમાં શમીને ટીમમાંથી ડ્રોપ કર્યો'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2019ના લીગ ચરણથી બહાર થઈ ચૂકી છે. પાકિસ્તાને પોતાની અંતિમ ચાર લીગ મેચ જીતી સેમીફાઈનલની ઉમ્મીદ જગાવી રાખી હતી પરંતુ ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનના સપના પર પાણી ફેરવી દીધું. આ દરમિયાન કેટલીયવાર પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં જવાના સમીકરણ પણ બન્યા હતા પરંતુ ઈંગ્લેન્ડે પણ પોતાની અંતિમ બંને લીગ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડને હરાવી પાકિસ્તાન માટે દરવાજા બંધ કરી દીધા. આ વચ્ચે પાકિસ્તાનમાં બેઠેલા પૂર્વ ક્રિકેટરો અને ખેલ વિશ્લેષકો તરફથી સતત અજીબોગરીબ નિવેદનો આવતાં રહ્યાં. કોઈ કહે છે કે પાકિસ્તાનને હરાવવા માટે ભારત જાણીજોઈને ઈંગ્લેન્ડ સામે હાર્યું છે તો અબ્દુલ રજ્જાક જેવા ક્રિકેટરે મોહમ્મદ શમીના ધર્મ પર વાત કરવી શરૂ કરી દીધી છે.

ફરી શમીના ધર્મ પર નિશાન સાધ્યું

ફરી શમીના ધર્મ પર નિશાન સાધ્યું

હવે જ્યારે પાકિસ્તાન ટૂર્નામેન્ટથી બહાર થઈ ચૂક્યું છે તો પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સ અને ખેલ પંડિતોએ બકવાસ નિવેદનો આપવાં શરૂ કરી દીધાં છે. આ વખતે મોહમ્મદ શમીના બહાને ભારતીય ટીમને નિશાન બનાવી. જણાવ દઈએ કે ભારે શ્રીલંકા વિરુદ્ધ અંતિમ લીગ મેચમાં શમીને આરામ આપવાનો ફેસલો કર્યો હતો. આ વાતને પાકિસ્તાની ક્રિકેટ એક્સપર્ટે સાંપ્રદાયિક રંગ ચઢાવતા કહ્યું કે શમીને તેના ધર્મ વિશેષના કારણસર બહાર બેસાડવામાં આવ્યા. શ્રીલંકાના મેચ બાદ પાકિસ્તાનની એક ટીવી ચેનલ પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોઈન ખાન અને અન્ય એક ક્રિકેટ વિશેષજ્ઞ બેઠા હતા. આ દરમિયાન આ વાત થઈ કે શમીને બહાર કેમ બેસાડવામાં આવ્યો.

પાક ક્રિકેટ એક્સપર્ટની વાણી બદલી

પાક ક્રિકેટ એક્સપર્ટની વાણી બદલી

પાક ક્રિકટ એક્સપર્ટે કહ્યું કે તમે એમ જણાવો કે એક બૉલર જેણે તમને 3 મેચમાં 15 અથવા 12-13 વિકેટ આપી છે. તમે એકદમથી તેને બેસાડી દીધો. તે પણ રેકોર્ડ તરફ જઈ રહ્યો હતો. તે પણ એક સારા ટૉપ 2 અથવા 3માં આવી જાત. હું નથી સમજી શકતો કે, કાં તો આમના ઉપર દબાણ છે કે તમે શમીને બહાર બેસાડો. આ લોકો શમીને લઈને તો આવી ગયા છે પણ રમાડવા નથી માંગતા. આગળ કહ્યું કે ભારતમાં ભાજપનો એજન્ડા એ છે કે મુસલમાનોને વધુ આગળ ન કરે. જે અંતર્ગત જ શમીને બહાર બેસાડવામાં આવ્યો હોય તો કંઈ હેરાનીની વાત નથી.

અગાઉ પણ રજ્જાકે બકવાસ કરી હતી

જણાવી દઈએ કે અગાઉ પણ પાકિસ્તાનના જ પૂર્વ ઑલરાઉન્ડર અબ્દુલ રજ્જાકે પણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમની હાર પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે માત્ર શમીએ જ પોતાનું કામ કર્યું પરંતુ બાકીના ખેલાડીઓએ કંઈ નથી કર્યું. તેમણે સાથે જ એમ પણ કહ્યું હતું કે સારી વાત એ છે કે શમી એક મુસલમાન છે. ઉળ્લેખનીય છે કે શમીએ વર્લ્ડ કપ 2019ના પોતાની પહેલી જ લીગ મેચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ હેટ્રીક લગાવી હતી. જે બાદ શમીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધની મેચમાં પણ 5 વિકેટ ખેરવી હતી. આગામી 9 જુલાઈએ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પોતાની સેમીફાઈનલ મેચ રમશે.

ક્રિકેટના અસલી 'યુનિવર્સલ બોસ' તો રોહિત છે, બધા જ પાછળ ક્રિકેટના અસલી 'યુનિવર્સલ બોસ' તો રોહિત છે, બધા જ પાછળ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
pakistani cricket expert claimed that mohammad shami dropped due to a pressure of bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X