For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમીફાઈનલમાં હારવા છતાં ટીમ ઈન્ડિયાને મળશે અધધધ આટલા બધા રૂપિયા

સેમીફાઈનલમાં હારવા છતાં ટીમ ઈન્ડિયાને મળશે અધધધ આટલા બધા રૂપિયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019માં મળેલ હાર બાદ ભારતીય ટીમનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. જ્યારે પણ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરે રહી ત્યારે સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડના હાથે 18 રનથી મળેલ હાર બાદ ભારતીય ટીમ વાપસીની તૈયારી કરી રહી છે. જાણો ટીમ ઈન્ડિયાને પુરસ્કાર તરીકે કેટલી રકમ મળશે.

બધી ટીમને મળસે ઈનામ

બધી ટીમને મળસે ઈનામ

આઈસીસીની એક જાહેરાત મુજબ "વર્લ્ડ કપ 2019ના રાઉન્ડ રૉબિન ફોર્મેટમાં રમાતો હોવાના કારણે વર્લ્ડ કપમાં ભાગ લેતી તમામ ટીમને ઈનામ મળશે." ટીમ ઈન્ડિયાએ લીગ સ્ટેજમાં 7 મુકાબલા જીત્યા હતા અને પોઈન્ટ ટેબલમાં શીર્ષ પર રહી હતી. ભારતીય ટીમને લીગ સ્ટેજમાં માત્ર એક મુકાબલામાં હાર મળી હતી જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ થયો હતો. ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. જાણો આઈસીસી કઈ ટીમને કેટલી રકમ આપશે.

ટીમ ઈન્ડિયાને મળી શકે છે આટલા રૂપિયા

ટીમ ઈન્ડિયાને મળી શકે છે આટલા રૂપિયા

વર્લ્ડ કપમાં ભારતીય ટીમે લીગ સ્ટેજમાં 7 મુકાબલામાં જીત નોંધાવી છે. આઈસીસીની જાહેરાત મુજબ દરેક વખતે લીગ મેચ જીતનાર ટીમને 40000 ડૉલરની હકદાર બની જતી હતી. 7 મુકાબલામાં જીત નોંધાવી ભારતીય ટીમે 2,80,000 ડોલર એટલે કે 1 કરોડ 92 લાખ 24 હજાર 800 રૂપિયાની રાશિ મળસે જ્યારે સેમીફાઈનલિસ્ટ ટીમને 5.49 કરોડની રાશિ દેવામાં આવશે. ભારતીય ટીમને આ બંને રકમ મળીને કુલ 7 કરોડ 41 લાખ 24 હજાર 800 રૂપિયા મળવા નક્કી છે. આઈસીસીએ આ વખતે સેમીફાઈનલ અને ફાઈનલ જીતનાર ટીમને પણ મોટી રકમ આપવાની ઘોષણા કરી છે. લોર્ડ્સમાં ફાઈનલ જીતનારને 27.75 કરોડ રૂપિયા આપવામાં આવશે જ્યારે રનર-અપ રહેલ ટીમને 13.72 કરોડ રૂપિયા આપવામાં આવશે.

વિંડીઝ પ્રવાસ પર જશે ભારતીય ટીમ

વિંડીઝ પ્રવાસ પર જશે ભારતીય ટીમ

ભારતીય ટીમ આગલા મહિને વિંડીઝ પ્રવાસે જશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને આ પ્રવાસ પર આરામ આપવામાં આવી શકે છે જ્યારે રોહિત ટીમની કમાન સંભાળશે. એક અંગ્રેજી વેબસાઈટમાં છપાયેલ રિપોર્ટ મુબ ધોની ઈંગ્લેન્ડથી સીધા પોતાના હોમ ટાઉન રાંચી પહોંચશે અને સંભવતઃ સંન્યાસના ફેસલાનું એલાન કરી શકે છે. વિરાટ મુજબ તેમણે હજુ એવું કંઈ નથી કહ્યું વિંડીઝ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા 3 ટી-20, 3 ઓડીઆઈ અને 2 ટેસ્ટ મેચ રમશે.

Video: જેસન રોયને અંપાયરે ખોટો આઉટ દીધો, ગાળ આપતાં આપતાં પેવેલિયન ગયો Video: જેસન રોયને અંપાયરે ખોટો આઉટ દીધો, ગાળ આપતાં આપતાં પેવેલિયન ગયો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
india lost in semifinal therefore team will get huge money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X