For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ કપ 2019: ટીમ ઈન્ડિયાને મળેલ હારની આ છે મોટી 4 ચૂક

વર્લ્ડ કપ 2019: ટીમ ઈન્ડિયાને મળેલ હારની આ છે મોટી 4 ચૂક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019નો પહેલો સેમીફાઈનલ મુકબલો કોઈપણ પચાવી ન શકે તેવો રહ્યો અને પાછલી કેટલીક મેચથી સતત હારી રહેલ કીવી ટીમે વર્લ્ડ કપની દાવેદાર ટીમ ઈનડિયાને હરાવી દીધી. ભારત અપેક્ષાકૃત નાના લક્ષ્યનો પીછો કરતા આવી રીતે હારી જશે તેની ઉમ્મીદ કોઈને નહોતી. જો કે અંતમાં જાડેજા અને ધોનીએ કેટલીક હદે મેચને સંભાળ્યો નહિતર ભારતની હારનું અંતર 18 રનથી વધુનું હોય શકત. આ મેચમાં ભારતની હારના કેટલાય કારણ રહ્યાં જેમાં સૌથી મોટું કારણ તો ટૉપ ઓર્ડરની અસફળતા રહી. જે સિવાય પણ કેટલાક એવા બિંદુ છે જેમણે ભારતની હારની પટકથા લખી છે.

પિચને યોગ્ય રીતે સમજી ન શક્યા- કોહલી

પિચને યોગ્ય રીતે સમજી ન શક્યા- કોહલી

વિરાટ કોહલીએ આ પિચને એટલી સટીકતાથી ન સમજી જેટલી કીવી કેપ્ટન કેન વિલિમસને સમજી હતી. ન્યૂઝીલેન્ડે આ ધીમી પિચને પહેલા જ માપી લીધી હતી અને એ અંદાજમાં બેટિંગ કરી હતી જેવી રીતે જરૂરી હતી. આ મામલે તેમને કિસ્મતનો પણ સારો સાથ મળ્યો અને ટૉસ જીતી કીવી ટીમે પહેલા બેટિંગ કરી. ન્યૂઝીલેન્ડે વિકેટ ન ગુમાવતા ધીમા અંદાજમાં પોતાનો સ્કોર 240 રન સુધી પહોંચાડ્યો જે અંતમાં નિર્ણયાત્મક સાબિત થયો. જ્યારે વિરાટ આ મેચમાં માત્ર પાંચ બોલર સાથે જ ઉતર્યા હતા. કેન વિલિયમસને મેચ બાદ આ વાતનો ખુલાસો કર્યો કે તે અને રોસ ટેલર આ વાતને લઈ નિશ્ચિત હતા કે ટીમનો સ્કોર 240 સુધી પહોંચાડવો છે. આ વાત જણાવે છે કે ન્યૂઝીલેન્ડે ધીમી નહિ બલકે ચતુરાઈ ભરી બેટિંગ કરી.

ભારતીય બોલિંગ સંયોજન

ભારતીય બોલિંગ સંયોજન

વિરાટ કોહલીએ આ મેચમાં કુલદીપની જગ્યાએ જાડેજાને મોકો આપ્યો હતો પરંતુ શમીને બહાર બેસાડ્યો હતો. ભારતીય બોલિંગ સંયોજન અંત સુધી યોજના મુજબ કામ ન કરી શક્યું. જો તમને યાદ હોય તો ભુવનેશ્વર અને બુમરાહે શરૂઆતી ઓવરમાં જબરદસ્ત દબાણ બનાવ્યું હતું પરંતુ બાદમાં વિશેષજ્ઞ બોલિંગની કમીને પગલે આ દબાણ આગળ ચાલુ ન રાખી શક્યા. ભારતીય ઑલરાઉન્ડર્સે સારી બોલિંગ કરી પરંતુ તેઓ વચલી ઓવર્સમાં વિશેષજ્ઞની જેમ વિકેટ ન ખેરવી શક્યા. આ ઉપરાંત ટેલરને પણ સેટ થવાનો મોકો મળી ગયો અને બાદમાં તેમણે 74 રનની ઈનિંગ રમી જે ભારતની હારનું મોટું કારણ બની.

મોટા મેચમાં કોહલીનો ટૉપ ઓર્ડર ફેલ

મોટા મેચમાં કોહલીનો ટૉપ ઓર્ડર ફેલ

ભારત માટે મોટી મેચમાં સૌથી મોટી ચિંતાની વાત માત્ર એ જ રહે છે કે બોલર્સ વધુ ધોલાઈ ન ખાય અને ટૉપ ઓર્ડર અન્ય આસામ મેચની જેમ જ મોટા મેચમાં પણ પોતાની ભૂમિકાને અંજામ આપે. પરંતુ આ કામમાં સૌથી મોટી રૂકાવટ ખુદ કેપ્ટન કોહલી સાબિત થાય છે. જણાવી દઈએ કે રોહિત, રાહુલ અને કોહલીએ આ મેચમાં માત્ર 1-1 રનનું યોગદાન આપ્યું. જાણીને તમે ચોંકી જશો કે કોહલી વર્લ્ડ કપના 6 નૉકઆઉટ મુકાબલામાં અત્યાર સુધી માત્ર 73 રન જ બનાવી શક્યા અને તેમની એવરેજ 12.16 જ્યારે સ્ટ્રાઈક રેટ માત્ર 56.15ની રહી છે. તેમણે આ દરમિયાન સર્વાચ્ચ સ્કોર માત્ર 35 રન બનાવ્યા હતા જ્યારે ચારમાં તેઓ ખાતું પણ નહોતા ખોલી શક્યા.

બેટિંગ ક્રમ અને ખરાબ શોટ્સ

બેટિંગ ક્રમ અને ખરાબ શોટ્સ

ભારતનું બેટિંગ આ મેચમાં જેટલું ખરાબ રહ્યું તેટલું વર્લ્ડ કપના અન્ય એકેય મેચમાં નથી રહ્યું. રોહિત શર્મા અને વિરાટ કોહલી જ્યાં કેટલાક સારા બોલ પર આઉટ થયા તો કેએલ રાહુલ જેવા બેટ્સમેન ઘટિયા શોટ્સ રમીને પોતાની બેટિંગ પર સવાલ છોડી ગયા. રાહુલે ઑફ સ્ટંપથી બહાર જાતી બોલ રમીને આસાન કેચ આપી દીધો હતો. રહી વાત કોહલીના અજીબોગરીબ બેટિંગ ક્રમની તો મુશ્કેલ પરિસ્થિતિમાં ધોનીની જગ્યાએ કાર્તિક, પંત અને પાંડ્યાને મોકલી દીધા. પંત અને પાંડ્યાએ સારી શરૂઆત તો કરી પરંતુ આ બધા એક-એક ખરાબ શોટના શિકાર બન્યા. જો પપહેલા જ ધોનીને ઉતાર્યા હોત તો ડાઉન ઓર્ડરમાં પાંડ્યા, પંત કે કાર્તિકમાં કોઈ જાડેજા સાથે તેજ ગતિથી રન બનાવી શક્યું હોત.

સંકટ સમયે ધોનીને ઉપર ન મોકલવા પર સૌરવ ગાંગુલીની તીખી આલોચના સંકટ સમયે ધોનીને ઉપર ન મોકલવા પર સૌરવ ગાંગુલીની તીખી આલોચના

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
4 big mistakes that led the indian team to lose the match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X