For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમીફાઈનલમાં ભારતીય ટીમ કરી શકે છે ચોંકાવનારો આ બદલાવ

સેમીફાઈનલમાં ભારતીય ટીમ કરી શકે છે ચોંકાવનારો આ બદલાવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 209ના પહેલા સેમીફાઈનલમાં આજે ભારતની મેચ ન્યૂઝીલેન્ડ સામે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાનાર છે. ભારતીય ટીમ સતત ત્રીજીવાર વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પહોંચી રહી છે. આ વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે છેક સેમીફાઈનલમાં પહેલો મુકાબલો થઈ રહ્યો છે, કેમ કે પહેલા લીગ રાઉન્ડ દરમિાન બંને ટીમ વચ્ચે રમાનાર મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી.

ટીમ ઈન્ડિયા સામે આ પડકાર

ટીમ ઈન્ડિયા સામે આ પડકાર

સેમીફાઈનલમાં હવે ટીમ ઈન્ડિયા સામે એ પડકાર છે કે તે વિનિંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરે કે પછી મેદાન અને હવામાનની પરિસ્થિતિના હિસાબે ટીમની પસંદગી કરે. આમ તો પાછલી મેચને જોવામાં આવે તો ટીમમાં બદલાવની ઉમ્મીદ કરવામાં આવી શકે છે કેમ કે શ્રીલંકા સાથે રમાયેલ મેચમાં ટીમમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવના રૂપમાં માત્ર ત્રણ જ વિશેષજ્ઞ બોલર હતા. પ્રચંડ ફોર્મમાં ચાલી રહેલ શમી ટીમથી બહાર હતા. સેમીફાઈનલમાં ટીમ વધુ વિશેષજ્ઞ બોલર ઈચ્છશે જેથી ટીમમાં કોઈ કમજોર કડી ન બચે.

ત્રણ પેસર સાથે રમી શકે

ત્રણ પેસર સાથે રમી શકે

જેવું મેનચેસ્ટરની મોસમ છે તેને જોતા એ સંભાવના છે કે અહીં ફાસ્ટ બોલર્સને વધુ મદદ મળી શકે. ભારત પાસે હજુ સારા પેસર છે, માટે સંભાવના છે કે સેમીફાઈનલમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને શમી ત્રણેયને ટીમમાં સામેલ કરી લેવામાં આવે. આ ઉપરાંત પણ ટીમમાં કેટલાક અન્ય બદલાવ જોવા મળી શકે છે. પાછલી મેચમાં રમેલ કુલદીપ યાદવની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલને મોકો મળી શકે છે જ્યારે હવામાન અને પિચના મિજાજને જોતા રવિન્દ્ર જાડેજાને પણ મોકો આપવામાં આવી શકે છે. પરંતુ ભારતીયટીમ જે વાતને લઈને વધુ કન્ફ્યુઝનમાં છે એ વાત કેદારને રમાડવો કે કાર્તિકને રમાડવો તેની પસંદગીમાં છે.

આ ખેલાડીને બહારનો રસ્તો?

આ ખેલાડીને બહારનો રસ્તો?

દિનેશ કાર્તિક પાછલી મેચમાં કંઈ સારું પ્રદર્શન નહોતી કરી શક્યો હતો જ્યારે પહેલા રમાયેલ મેચમાં કેદારના બેટમાંથી ઉપયોગી રન નીકળ્યા છે. જો કે ટીમ ત્રણ પેસર અને બે સ્પિનર્સ સાથે રમે છે તો કાર્તિક અને જાદવની ટીમમાં જગ્યા નથી બનતી. પરંતુ ઉમ્મીદ છે કે રવિન્દ્ર જાડેજા ટીમમાં હોવાથી સ્પિન બોલરનો વિકલ્પ ખુલશે. એવામાં ટીમ ઈન્ડિયા કાર્તિક કે જાધવમાંથી કોઈ એકને રમાડી શકે છે, તો પછી રિષભ પંતે બહાર બેસવું પડી શકે છે.

ભારતની સંભવિત ટીમ

ભારતની સંભવિત ટીમ

લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત/ કેદાર જાદવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

ટીમમાં છઠ્ઠા બોલરના સવાલ પર બોલ્યા કોહલી, હું પણ ઘાતલ બોલર છુંટીમમાં છઠ્ઠા બોલરના સવાલ પર બોલ્યા કોહલી, હું પણ ઘાતલ બોલર છું

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
icc world cup 2019: team india can make these changes in a semifinal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X