Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CWC 2019: શ્રીલંકા સામે ભારતીય ટીમની 7 વિકેટે શાનદાર જીત

CWC 2019: શ્રીલંકા સામે ભારતીય ટીમની 7 વિકેટે શાનદાર જીત

વર્લ્ડ કપની મેચમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ઔપચારિક મેચ રમાઈ હતી. ભારતીય ટીમ પહેલા જ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે જ્યારે શ્રીલંકા ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે. શ્રીલંકા સામેની આ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી છે. જણાવી દઈએ કે શ્રીલંકાએ ટૉસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

icc world cup 2019

ભારતીય ટીમના બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રિત બુમરાહની પેસે કમાલ કરી હતી. 10 ઓવરમાં 2 મેડન ઓવર ફેંકી હતી, 37 રન આપી બુમરાહે 3 વિકેટ ખેરવી હતી જ્યારે ભૂવનેશ્વર કુમાર, હાર્દિ પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને કુલદિપ યાદવે 1-1 વિકેટ ખેરવી હતી. શ્રીલંકન બેટ્સમેન એન્જેલો મેથ્યુએ 113 રનની સાથે જ વર્લ્ડ કપની આ બીજી સદી ફટકારી હતી જ્યારે લહિરુ થીરીમનેએ 53 રનની ઈનિંગ રમી હતી. 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી શ્રીલંકાએ 264 રન ફટકાર્યા હતા.

265 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલ ભાતીયટીમે 43.3 ઓવરમાં 3 વિકેટના નુકસાન સાથે જીત હાંસલ કરી લીધી. ભારતીય ટીમના બંને ઓપનર હિટમેન રોહિત શર્મા અને લોકેશ રાહુલે શાનદાર ઈનિંગ રમતા બંનેએ સદી ફટકારી. રોહિત શર્માએ વર્લ્ડ કપ 2019ની 5મી સદી ફટકારી. જ્યારે લોકેશ રાહુલે વર્લ્ડ કપ 2019ની પહેલી સદી ફટકારી છે. હવે ભારતીય ટીમ પોતાની આગલી મેચ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં રમશે. સેમીફાઈનલમાં ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઈન્ગલેન્ડ ટીમ પહોંચી ગઈ છે. હવે ભારતીય ટીમ સેમીફાઈનલમાં કઈ ટીમ સાથે ટકરાશે તે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના મેચનું પરિણામ આવ્યા બાદ જ નક્કી થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X