
Video: જેસન રોયને અંપાયરે ખોટો આઉટ દીધો, ગાળ આપતાં આપતાં પેવેલિયન ગયો
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2019ના બીજા સેમીફાઈનલમાં એ સમયે ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોય ભડકી ઉઠ્યા જ્યારે અંપાયરે તેને ખોટી રીતે આઉટ દઈ દીધો. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ દરમિયાન રૉયે પોતાની સદી તરફ વધી રહ્યા હતા. રોય માત્ર 65 બોલમાં 85 રન પર રમી રહ્યો હતો જેમાં 9 ચોકા અને 5 સિક્સર સામેલ હતા, પરંતુ આ દરમિયાન એક એવી બોલ આવી જેણે વિવાદ ઉભો કરી દીધો અને તે મેદાની અંપાયર પર ભડકી ઉઠ્યો અને ગાળ આપતાં આપતાં પેવેલિયન ચાલ્યો ગયો.
આ મામલો ત્યારે જોવા મળ્યો જ્યારે ઈંગ્લેન્ડની ઈનિંગ માટે 20મી ઓવર પેસર પેટ કમિન્સ ફેંકવા આવ્યો. ઓવરની ચોથી બોલ પર કમિંસે કેચ આઉટની અપીલ કરી જેના પર અંપાયર ધર્મસેનાએ આઉટ આપી દીધો. પરંતુ રૉય દંગ રહી ગયો કેમ કે તેમને ભરોસો હતો કે બોલ તેમના બેટ કે ગ્લવ્સને અડી જ નથી. ઈંગ્લેન્ડ પાસે રિવ્યૂ પણ નહોતો બચ્યો. એવામાં રૉય ભડકતો અંપાયર પાસે ગયો અને તેણે ફેસલો બદલવા માટે કહ્યું. બોલ પણ વાઈડ હતી એવામાં રોયે માંગ કરી હતી કે બોલને વાઈડ આપવામાં આવે પરંતુ અંપાયરે પોતાનો ફેસલો ન બદલ્યો.
જે બાદ જેસન રૉય ગાળ આપતાં આપતાં પેવેલિયન ચાલ્યો ગયો. પેવેલિયન પહોંચતા જ તેણે પોતાના ગ્લવ્સ પણ ફેંકી દીધા હતા. તેના ચહેરા પર અંપાયર વિરુદ્ધ નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી કેમ કે રૉય અંપાયરના કારણે સદી ફટકારતા ચૂકી ગયો હતો. બાદમાં જ્યારે રિવ્યૂમાં જોવામાં આવ્યું તો સ્પષ્ટ થઈ ગયું કે રૉયનું ગુસ્સે થવું સ્વાભાવિક હતું. રિવ્યૂમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બોલ વાઈડ હતી. બોલ રૉયના બેટ કે ગ્લવ્સમાં નહોતી અડી.
#JasonRoy is like "Phuk Yah Ma8". 🤣
— Rajdeep ⒿⓐⓢⓞⓝRoy (Till WC Final👻) (@RajDRoy) July 11, 2019
100% failure of #ICC umpires again.
Bloody Blind Or Deaf not sure.
Can u believe d same #Dharmasena won twice #ICC umpore trophy. #ENGvNZ #INDvNZL pic.twitter.com/gryPIasnEx
જણાવી દઈએ કે રૉય સાથે ભલે ખોટું થયું હોય પરંતુ ટીમ કાંગારુઓને હરાવી ફાઈનલમાં પ્રવેશી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતી પહેલા બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો. પરંતુ ઈંગ્લેન્ડના બોલર્સે તેમને 223 રનમાં જ ઓલ આઉટ કરી દીધા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે 8 વિકેટ રહેતા મેચ પોતના નામે કરી લીધો હતો.
દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા સામે છેતરપિંડીનો કેસ, મુંબઈ પહોંચી યૂપી પોલીસ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો