
ક્રિકેટના અસલી 'યુનિવર્સલ બોસ' તો રોહિત છે, બધા જ પાછળ
રોહિત શર્મા ભારતીય ક્રિકેટના કોહિનૂર છે. ઈંગ્લેન્ડમાં હમણાં બે કોહિનુર પોતાની ચમક બતાવી રહ્યા છે. એક ટાવર ઓફ લંડન મ્યુઝિયમમાં અને બીજા ક્રિકેટના મેદાન પર. વર્લ્ડ કપમાં રોહિત શર્માએ પોતાન બેટિંગથી બધાને ચકાચોંધ કરી દીધા છે. એક વર્લ્ડ કપમાં પાંચ સેન્ચ્યુરી ફટકારી દીધી છે. તે બેટ્સમેન નહીં, જાદુગર છે. એવું લાગી રહ્યું છે કે તે બીજા કોઈ ગ્રહ પરથી બેટિંગ કરવા ઉતર્યા છે. તે બોલને બાઉન્ડ્રીને એવી રીતે બહાર મોકલે છે, જેમ કોઈ છરી મલાઈમાંથી પસાર થતી હોય. તાકાતનું નામોનિશાન નથી. રોહિત લિમિટેડ ઓવર ક્રિકેટમાં અસલ યુનિવર્સલ બોસ છે. ક્રિસ ગેલ વીતી ગયેલી કહાની છે. હાલ તેમની સામે કોહલી પણ કશું નથી. લિમિટેડ ઓવર ક્રિકેટમાં તેમની સામે સચિન અને પોન્ટિંગ પણ તેમના કરતા પાછળ છે. રોહિત કેપ્ટન મટિરીયલ છે, અને હવે તેમણે વન ડે અને ટી 20ના નિયમિત કેપ્ટન બનવું જોઈ.
આ પણ વાંચો: બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલો સિક્સર ફટકારતા જ રોહિતના નામે થયો આ રેકોર્ડ

સચિન, પોન્ટિંગ કરતા રોહિત આગળ
આધુનિક યુગમાં સચિન તેન્ડુલકર અને રિકી પોન્ટિંગ સૌથી સફળ અને કાબિલ બેટ્સમેન મનાય છે. પરંતુ રોહિત શર્માએ આ બંને દિગ્ગજોને મોટા અંતરથી પાછળ છોડી દીધા છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 સેન્ચ્યુરી મારવાનો રેકોર્ડ હજી સુદી સચિન તેન્ડુલકરના નામ પર હતો, પરંતુ હવે રોહિત શર્માએ તેની બરોબરી કરી લીધી છે. પરંતુ નોંધનીય વાત એ છે કે રોહિતે આ રેકોર્ડ બનાવવા માટે માત્ર 16 ઈનિંગ લીધી છે. જ્યારે સચિને વર્લ્ડ કપની 44 ઈનિંગ રમ્યા બાદ 6 સેન્ચ્યુરી ફટકારી હતી. રોહિતે માત્ર 2 વર્લ્ડ કપ રમ્યા છે, જ્યારે સચિને 6 વર્લ્ડ કપ રમ્યા છે. સચિન બાદ બીજા દિગ્ગજ જાણીતા ખેલાડી રિકી પોન્ટિંગ છે, જે વર્લ્ડ કપમાં 42 ઈનિંગ રમ્યા બાદ 5 સેન્ચ્યુરી ફટકારી ચૂક્યા છે. રોહિતે આ બંને શાનદાર બેટ્સમેનો કરતા ઓછી મેચ રમીને રેકોર્ડ બનાવ્યા છે

કોહલી, ધોની કરતા સારા કેપ્ટન છે રોહિત શર્મા
ટી 20 ક્રિકેટમાં રોહિત શર્મા, વિરાટ કોહલી કરતા સારા કેપ્ટન છે. IPLના રેકોર્ડથી એ વાત સાબિત થઈ જાય છે. આ મામલે રોહિત શર્મા મહેન્દ્રસિંહ ધોની કરતા પણ આગળ છે. રોહિત શર્માની કેપ્ટનસીમાં મુંબઈ ઈન્ડિયન્સ ચાર વાર IPL જીતી ચૂક્યુ છે. જ્યારે ચેમ્પિયન કોહલી પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક પણ ટાઈટલ નથી જીતાવી શક્યા. આ મામલે રોહિત શર્મા કોહલી સામે ક્યાંય નથી. ક્રિકેટની સૂજબૂઝ માટે જાણીતા ધોની પણ આ મામલે રોહિત કરતા પાછળ છે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની એક જ અનોખી ટીમ છે, જે બે વખત એક રનથી આ ટાઈટલ જીતી ચૂકી છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે રોહિત શર્મા પોતાના બોલર્સનો કેટલી સારી રીતે ઉપયોગ કરે છે. રોહિત શર્માએ આ બંને મેચ મહેન્દ્રસિંહ ધોની જેવા બ્રિલિયન્ટને હરાવીને જીત્યા છે. તે સમયે ધોની પૂણેની ટીમમાં હતા પરંતુ તેમને કેપ્ટન્સીમાંથી હટાવી દેવાયા હતા. ધોની 13 બોલમાં 10 રન બનાવી શક્યા હતા. 2019માં રોહિતની આગેવાનીમાં મુંબઈએ ધોનીની કેપ્ટનસી વાળી ચેન્નાઈ સુપર કિંગને એક રનથી બરાવ્યા હતા. રોહિતે ધોની કરતા એક વધુ એટલે કે 4 આઈપીએલ ટાઈટલ જીત્યા છે.

વન ડેમાં ત્રણ બેવડી સદીનો રેકોર્ડ
રોહિત શર્મા વન ડેમાં પણ લાજવાબ છે. તે દુનિયાના એકમાત્ર બેટ્સમેન છે, જે વન ડેમાં ત્રણ બેવડી સદી ફટકારી ચૂક્યા છે. આ કારનામું કદાચ વિશ્વનો કોઈ બીજો બેટસમેન કરી શક્શે. આ ક્રિકેટની સાતમી અજાયબી મનાય છે. 2017માં રોહિત શર્માને શ્રીલંકા વિરુદ્ધ વન ડેના કેપ્ટન બનાવાયા હતા. તેમણે મોહાલીમાં બીજી વનડેમાં 208 રનની ઈનિંગ રમીને આ રેકોર્ડ બનાવ્યો હતો. તે દુનિયાના પહેલા કેપ્ટન છે, જે વન ડેમાં મેચમાં ડબલ સેન્ચ્યુરી ફટકારી છે. આ પહેલા રોહિતે 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 209 અને 2014માં શ્રીલંકા વિરુદ્ધ 264 રન બનાવ્યા હતા.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો