બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલો સિક્સર ફટકારતા જ રોહિતના નામે થયો આ રેકોર્ડ
બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલો સિક્સર ફટકારતા જ રોહિતના નામે થયો આ રેકોર્ડ
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019ના 40મા મુકાબલામાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેદાની ટક્કર થઈ રહી છે. આ મેચ એ ગ્રાઉન્ડ પર જ રમાઈ રહી છે જ્યાં ઈંગ્લેન્ડે ભારતને હરાવી જીતનો સિલસિલો ભંગ કરી દીધો હતો. ભારત જ્યાં મેચને જીતતાની સાથે જ સેમીફાઈનલની ટિકિટ પાક્કી કરી લેશે જ્યારે બાંગ્લાદેશ માટે આ કરો યા મરોનો મુકાબલો છે. ભારતે ટૉસ જીતી પહેલા બેટિંગ કરવાનો ફેસલો લીધો છે. દિનેશ કાર્તિક અને ભુવનેશ્વર કુમારના રૂપમાં ટીમમાં બે બદલાવ થયા છે. કુલદીપ યાદવની જગ્યાએ ભુવનેશ્વર કુમારને મોકો મળ્યો છે જ્યારે કેદાર જાદવની જગ્યાએ દિનેશ કાર્તિકને જગ્યા મળી છે. આ વર્લ્ડ કપમાં દિનેશ કાર્તિકની પહેલી મેચ છે.

રોહિત શર્માના નામે રેકોર્ડ
આ મેચમાં રોહિત શર્મા સાથે ઓપન કરવા ફરી કેએલ રાહુલ આવ્યા. જ્યારે બાંગ્લાદેશ તરફથી પહેલી ઓવર તેમના કેપ્ટન મુશર્રફે મુર્તાજાએ કરી અને આ ઓવરની ચોથી બોલમાં જ રોહિત શ્માએ સિક્સર ફટકારી ઈનિંગની શાનદાર શરૂઆત કરી હતી. આ સિક્સરની સાથે રોહિતે 2019માં 1000 ODI રન પણ પૂરા કરી લીધા. 1000 રન પૂરા કરામાં તેમને માત્ર 4 રન જ બાકી હતા અને આ સિક્સરની સાથે જે તેમણે 1000 રન પૂરા કરી લીધ છે.

શાનદાર ઈનિંગ રમી
ખાસ વાત એ છે કે રોહિતનો બાંગ્લાદેશ વિરુદ્ધ આઈસીસી ટૂર્નામેન્ટમાં રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. તેમણે ગત વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 137 રનની ઈનિંગ રમી હતી જ્યારે તે બાદ ચેમ્પિયન્સ ટ્રૉફી 2017માં પછી આ ટીમ વિરુદ્ધ 123 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

પાકિસ્તાન આગળ
હા બાંગ્લાદેશની ટીમની 7 મેચમાં 7 જ અંક મળ્યા છે. એવામાં આ મેચ જીતવાનો મતલબ હશે કે તે પાકિસ્તાનની બરાબર અંક મેળવી લેશે. પાકિસ્તાનના 8 મેચમાં 9 અંક છે પરંતુ બાંગ્લાદેશ રન રેટના મુકાબલે પાકિસ્તાનથી શ્રેષ્ઠ છે. જો બાંગ્લાદેશ આ મુકાબલો હારી જાય છે તો તેની વર્લ્ડ કપની સફર અહિં જ પૂરી થઈ જશે.












Click it and Unblock the Notifications
