For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંકટ સમયે ધોનીને ઉપર ન મોકલવા પર સૌરવ ગાંગુલીની તીખી આલોચના

સંકટ સમયે ધોનીને ઉપર ન મોકલવા પર સૌરવ ગાંગુલીની તીખી આલોચના

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2019ની શરૂઆત થતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમ ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર ટીમ માનવામાં આવી રહી હતી, પરંતુ ટીમને સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને હારનો સામનો કરવો પડ્યો અને આની સાથે જ વર્લ્ડ કપનું સપનું ચકચુર થઈ ગયું. ભારતને ન્યૂઝીલેન્ડથી 240 રનનો લક્ષ્ય આપ્યો હતો પરંતુ જવાબમાં ભારતીય ટીમ માત્ર 221 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. લક્ષ્ય મુશ્કેલ નહોતો, પરંતુ કેટલીક ભૂલને પગલે ભારત જીતથી દૂર ચાલ્યું ગયું. ભારતના ટૉપ ત્રણ બેટ્સમેન માત્ર 5 રનમાં જ આઉટ થઈ ગયા. એવામાં મહેન્દ્ર સિંહ ધોનીને ક્રીજ પર ઉતારવા જરૂરી હતા જેથી ટીમને સંભાળી શકાય પરંતુ તેમની જગ્યાએ હાર્દિક પંડ્યા ક્રીજ પર આ્યા અને તેમને જોઈ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ટીમ પ્લાનિંગની તીખી આલોચના કરતા જોવા મળ્યા.

saurav ganguli

કોમેન્ટ્રી કરી રહેલ ગાંગુલીએ કહ્યું, એમ એસ ધોની કેમ નહિ. આ સમજથી દૂર છે. ઈન્ડિયા જ્યારે દબાવમાં છે ત્યારે પણ તેઓ બેટિંગ માટે નથી આવ્યા. આ વાત માની શકાય તેવી નથી. જણાવી દઈએ કે ધોનીએ 50 રનની ઈનિંગ રમી પરંતુ તેઓ જીત ન અપાવી શક્યા. જો પાંડ્યાની જગ્યાએ કદાચ તેઓ ઉતર્યા હોત તો ટીમને સંભાળી બાકી વિકેટ ગુમાવવાથી બચાવી શકતા હતા. પાંડ્યાએ 62 બોલમાં 32 રન બનાવ્યા. ધોનીનો સાતમો નંબર આવવા પર માત્ર ગાંગુલી જ નહિ બલકે અન્ય દિગ્ગજો પણ આશ્ચર્યમાં હતા.

શ્રીલંકા ક્રિકેટમાં પ્રશાસક ડેનિયલ એલેક્ઝેંડરે કહ્યું, જ્યારે પણ લક્ષ્ય મોટો હોય છે ત્યારે ધોની છૂપાઈ જાય છે અને આજે પણ આવું જ કરી રહ્યા છે. જ્યારે ઓછા રન બનાવવાના હોય છે ત્યારે તેઓ આવે છે અને માહોલ બનાવી દે છે. પાકિસ્તાની પત્રકાર કામરાન મુઝફ્ફરે કહ્યું કે સમય કેવી રીતે બદલે છે. 2011 વર્લ્ડ કપના ફાઈનલમાં તેઓ યુવરાજ સિંહની પહેલા આ્યા હતા. 2019માં તેઓ પંત અને પાંડ્યાની પાછળ બેટિંગ કરશે. જ્યારે કોમેન્ટેટર અને ક્રિકેટ એક્સપર્ટ હર્ષા ભોગલેએ પૂછ્યું કે ધોની ઘાયલ તો નથી. તેમણે ટ્વીટ કર્યું, ધોની? ઘાયલ છે? નહિ તો તેમણે ક્રીજ પર હોવું જોઈતું હતું.

ક્રિકેટ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર પર શું બોલ્યા પીએમ મોદીક્રિકેટ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર પર શું બોલ્યા પીએમ મોદી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
regarding dhoni's batting order saurav ganguli got mad at team management.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X