For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ કપ ફાઈનલના વિવાદિત ઓવર થ્રોની તપાસ થશે, ICC સંભળાવી શકે મોટો ફેસલો

આઈસીસી વર્લ્ડ કપ 2019નો ખિતાબ ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને હાંસલ કર્યો હતો. પરંતુ જે અંદાજમાં તેમને જીત મળી તે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2019નો ખિતાબ ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને હાંસલ કર્યો હતો. પરંતુ જે અંદાજમાં તેમને જીત મળી તે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે. બંને ટીમ વચ્ચે થયેલ આ મુકાબલો વિવાદોથી ભરેલો રહ્યો. ખાસ કરીને આઈસીસીના એ નિયમની આલોચના થઈ જેના આધાર પર ઈંગ્લેન્ડને વિજયી ઘોષિત કરી દેવામાં આવ્યું હતું. મેચ ટાઈ અને સુપરઓવર પણ ટાઈ થયા બાદ આઈસીસીએ મેચમાં કુલ સૌથી વધુ બાઉન્ડ્રી લગાવનાર ટીમને વિજેતા બનાવી. જ્યારે આખરી ઓરમાં કીવી ખેલાડી માર્ટિન ગુપ્ટીલના ઓવર થ્રો પર બેન સ્ટોક્સનું બેટ લાગવાથી ઓવરથ્રોના 6 રન આપી દેવામાં આવયા, જેને હારનું કારણ માનવામાં આવ્યું હતું. હવે આઈસીસી આ વિવાદિત ઓવર થ્રોની તપાસ કરવા માટે તૈયાર છે જેને લઈ ફેસલો આગામી મહિને આવે તેવી સંભાવના છે.

cricket

ખેલના કાનૂનોની સંરક્ષક મૈરીલેબોન ક્લબે કહ્યું કે આગામી મહિને આ નિયમની સમીક્ષા કરવામાં આવશે. એમસીસીએ કહ્યું કે વર્લ્ડ ક્રિકેટે ઓવર થ્રોના નિયમ 19.8 વિશે ચર્ચા કરી હતી અને તેમને લાગે છે કે નિયમ યોગ્ય છે, પરંતુ આ મામલે લૉ સબ કમિટી સપ્ટેમ્બરમાં સમીક્ષા કરશે. એમસીસીના આ નિવેદનથી ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ ખિતાબને લઈ નુકસાન થતું નથી દેખાઈ રહ્યું, જે ફેન્સ માટે સારી બાબત છે. હવે જોવાનું રહેશે કે સપ્ટેમ્બરમાં એમસીસી શું ફેસલો લેશે.

જણાવી દઈએ કે વર્લ્ડ કપના ફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડના 241 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી અને આખરી 3 બોલમાં 9 રન જોઈતા હતાતે સમયે જ બેન સ્ટોક્સે બે રન લેવાની કોશિશ કરી અને ત્યારે જ માર્ટિલ ગુપ્ટિલનો ઓવરથ્રો બેટને અડી બાઉન્ડ્રી પાર ચાલ્યો ગયો. જે બાદ ઓન ફિલ્ડ અંપાયરે બે રન બેટ્સમેનના અને 4 રન ઓવર થ્રોના મળી કુલ 6 રન ઈંગ્લેન્ડને આપી દીધા જે ન્યૂઝીલેન્ડને જીતથી દૂર કરી ગયા. ફાઈનલ બાદ આઈસીસીના પૂર્વ એલીટ પેનલના અંપાયર

<strong>લદ્દાખમાં 15 ઓગસ્ટે ત્રિરંગો ફરકાવશે લેફ્ટિનેંટ કર્નલ એમએસ ધોની</strong>લદ્દાખમાં 15 ઓગસ્ટે ત્રિરંગો ફરકાવશે લેફ્ટિનેંટ કર્નલ એમએસ ધોની

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
World Cup 2019: disputed overthrow will be investigated
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X