For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમમાં છઠ્ઠા બોલરના સવાલ પર બોલ્યા કોહલી, હું પણ ઘાતલ બોલર છું

ટીમમાં છઠ્ઠા બોલરના સવાલ પર બોલ્યા કોહલી, હું પણ ઘાતલ બોલર છું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલ આઈસીસી વર્લ્ડ કપ 2019 દરમિયાન મંગળવારનો દિવસ ભારતીય ટીમ માટે અતિ મહત્વનો હશે. મંગળવારે વર્લ્ડ કપના પહેલા સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સાથે થશે. વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે તો મોટાભાગના અવસર પર કપ્તાની દરમિયાન તેમની રણનીતિ પણ વિપક્ષી ટીમને ઝાળમાં ફસાવવામાં સફળ રહી છે. જ્યારે મેનચેસ્ટરમાં બ્લેક કેપ્સ વિરુદ્ધ સેમીફાઈનલની પહેલા કોહલીએ પોતાની બોલિંગને લઈ એક ખુલાસો કર્યો છે.

હું પણ ઘાત છું- કોહલી

હું પણ ઘાત છું- કોહલી

જણાવી દઈએ કે સેમીફાઈનલ મેચ પહેલા વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફ્રન્સમાં પોતાની બોલિંગને લઈ એક ખુલાસો કર્યો. અત્યાર સુધી 5 બોલર્સ સાથે રમી રહેલ ટીમને લઈ કોહલીને જ્યારે છઠ્ઠા બોલર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે 5 બોલર્સ સાથે રમવાથી ટીમને બેટિંગના હિસાબે વધુ મજબૂતાઈ મળે છે. કોહલીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે હું પણ બોલિંગ કરી શકું છું. જ્યાં સુધી છઠ્ઠા બોલરનો સવાલ છે હું ખુદ ઘાતક બોલર છું, જ્યાં સુધી હું પીચ પર પડી ન જાઉં. હું સારી બોલિંગ કરી શકું.

સેમીફાઈનલમાં આજે કીવિઓ સાથે ટક્કર

સેમીફાઈનલમાં આજે કીવિઓ સાથે ટક્કર

કોહલીએ કહ્યું કે 5 બોલર સાથે ઉતરવાનો ફેસલો અત્યાર સુધી ટીમ માટે સફળ સાબિત થયો છે. કોહલીએ કહ્યું કે વર્લ્ડ કપ જેવી પ્રતિયોગિતાઓમાં આગળ જવા માટે પ્લાન વધુ સ્પષ્ટ બનાવવો છે, હાલાતના હિસાબે પ્લાન કરવાનો હોય છે. તમે હંમેશા એક સેટ બેટિંગ ઓર્ડર ન રાખી શકો. મને લાગે છે કે અમે આ ચીજોને સારી રીતે હેન્ડલ કરી છે.

વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ભારત સામે બ્લેક કેપ્સ પહેલીવાર

વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ભારત સામે બ્લેક કેપ્સ પહેલીવાર

જણાવી દઈએ કે વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો આ પહેલો મુકાબલો હશે, જો કે લીગ સ્ટેજમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે રમવાનું હતું પરંતુ વરસાદને કારણે મેચ રદ્દ કરી દેવામાં આવી હતી અને બંને ટીમોને એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો. સાથે જ આ પહેલીવાર હશે જ્યારે ભારતીય ટીમ વર્લ્ડ કપના સેમીફાઈનલમાં કીવિઓ સાથે ટકરાશે. ન્યૂઝીલેન્ડે 7 વખત વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પરંતુ માત્ર એકવાર 2015માં જ ટીમ સેમીફાઈનલમાં જીતી શકી હતી, જ્યાં ઓસ્ટ્રેલિયા સામે તેમણે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયાએ 3 સેમીફાઈનલ મુકાબલામાં જીત હાંસલ કરી જ્યારે ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો.

ન્યૂઝીલેન્ડ સામે રોહિત તોડી શકે સચિનના આ બે રેકોર્ડન્યૂઝીલેન્ડ સામે રોહિત તોડી શકે સચિનના આ બે રેકોર્ડ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
I am dangerous bowler says virat kohli in press conference
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X