For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INDvsNZ: આજે પણ મેચ ન રમાય તો શું થશે, જાણો કોણ પહોંચશે ફાઈનલમાં

INDvsNZ: આજે પણ મેચ ન રમાય તો શું થશે, જાણો કોણ પહોંચશે ફાઈનલમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2019ના સેમીફાઈનલનો પહેલો દિવસ વરસાદના કારણે ખરાબ થઈ ગયો. જેને પગલે હવે આ મેચ રિઝર્વ ડે પર જ્યાંથી અટક્યો છે ત્યાંથી જ શરૂ કરવામાં આશે. જ્યારે મેચ રોકવામાં આવ્યો હતો ત્યારે ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન સાથે 211 રન બનાવી લીધા હતા. મતલબ કે 10 જુલાઈના રોજ કીવીઓએ પોતાની બાકી 3.5 ઓવર રમવા માટે બીજીવાર મેદાનમાં ઉતરવાનું થશે અને તે બાદ ભારત પોતાની 50 ઓવરમાં ન્યૂઝીલેન્ડે આપેલ ટાર્ગેટનો પીછો કરશે.

ભારતને મળશે પૂરી 50 ઓવર

ભારતને મળશે પૂરી 50 ઓવર

જો કે આજના દિવસે એટલે કે 10 જુલાઈએ પણ મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં સાફ હવામાનની વાત કહેવામાં આવી રહી છે પરંતુ ઈંગ્લેન્ડની મૌસમી અનિશ્ચિતતાને જોતા જો ભારતીય ઈનિંગ પૂરી 50 ઓવર સુધી ન ચાલે તો પછી ડકવર્થ-લુીસનો નિયમ લાગૂ થશે. જ્યારે આ મેચના પરિણામ માટે બારતને ઓછામાં ઓછી 20 ઓવર રમવી પડશે. જો વરસાદને કારણે 20 ઓવર પણ ન રમી શકાય તો પછી આ મેચ રદ્દ થઈ જશે.

જો આજે મેચ ન થયો તો શું થશે

જો આજે મેચ ન થયો તો શું થશે

પરંતુ અહીં ભારત માટે ચિંતાની કોઈ વાત નથી કેમ કે એવી સ્થિતિમાં ભારત મેચ જીત્યા વિના જ ફાઈનલમાં પ્રવેશ કરી લેશે. કેમ કે ભારત પાસે ગ્રુપ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડથી સારી પૉઝીશન છે. ભારતે જ્યાં લીગ સ્ટેજમાં પહેલા નંબરનું સ્થાન હાંસલ કર્યું હતું જ્યારે ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાન પર રહી હતી. જો મેચ વરસાદને કારણે આજે પણ રદ્દ થાય છે તો ગ્રુપ સ્ટેજમાં કમજોર પ્રદર્શન ન્યૂઝીલેન્ડની મુશ્કેલી વધારી શકે છે.

હવે મેચની સ્થિતિ નક્કી થશે

હવે મેચની સ્થિતિ નક્કી થશે

આ મુકાબલામાં ટૉસ જીતી ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો. ભારતે પોતાની તગડી બોલિંગ લાઈનથી ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોનો શરૂઆતથી જ પરશેવો છૂટાવી દીધો. જસપ્રીત બુમરાહે માર્ટિન ગુપ્ટિલને 1 રનમાં જ આઉટ કરી દીધો અને કિવિઓને પહેલો મોટો ફટકો લાગ્યો જે બાદ ન્યૂઝીલેન્ડ કાચબાની ગતિએ ઈનિંગ રમ્યું હતું.

ન્યૂઝીલેન્ડ સામે રોહિત તોડી શકે સચિનના આ બે રેકોર્ડ ન્યૂઝીલેન્ડ સામે રોહિત તોડી શકે સચિનના આ બે રેકોર્ડ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
INDvsNZ: who will get a ticket to final if today's match also washed out
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X