ICC World Cup 2019: સાઉથ આફ્રિકા સામે ભારતનો 6 વિકેટે વિજય

ICC World Cup 2019: સાઉથ આફ્રિકા સામે ભારતનો 6 વિકેટે વિજય

નવી દિલ્હીઃ ભારતીય ટીમના વર્લ્ડ કપ પ્રવાસનો આજથી શુભારંભ થઈ ગયો છે. પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે ભારત રમાઈ. જેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટિંગ પર પસંદગી ઉતારી હતી. ભારતીય ટીમ પહેલી જ મેચમાં જીત સાથે વર્લ્ડ કપમાં સારી શરૂઆત કરી દીધી છે. જો કે સાઉથ આફ્રિકાને પહેલી ત્રણેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો.

world cup 2019

પહેલા બેટિંગ કરી સાઉથ આફ્રિકા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 227 રન જ બનાવી શક્યું હતું. સૌથી વધુ 42 રન ક્રિસ મોરીસે ફટકાર્યા હતા, કગીસો રબાડાએ 31, એન્ડાઈલ ફેહલુવાયોએ 34 અને ફાફ ડુપ્લેસિસે 38 જ્યારે કિલ્લર મિલ્લરે 31 રન બનાવ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ કરતાં 10 ઓવરમાં 51 રન આપી 4 વિકેટ ખેરવી લીધી હતી. ભૂવનેશ્વર કપૂરે 10 ઓવરમાં 44 રન આપી 2 વિકેટ, જસપ્રીત બુમરાહે 10 ઓવરમાં 35 રન આપી 2 વિકેટ જ્યારે કુલદિપ યાદવે 10 ઓવરમાં 46 રન આપી 1 વિકેટ ખેરવી હતી.

ભારતીય ટીમને 228 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જાબમાં શિખર ધવન માત્ર 8 રનમાં જ્યારે કોહલી 18 અને લોકેશ રાહુલ 26 રનમાં આઉટ થઈ ગયા હતા. જો કે હિટમેન રોહિત શર્માએ 122 રનની શાનદાર ઈનિંગ રમી જ્યારે ધોનીએ 34 રનની ઈનિંગ રમી. જ્યારે હાર્દિક પંડ્યાએ 7 બોલમાં 15 રન બનાવી ભારતીય ટીમને વર્લ્ડ કપમાં પહેલી જીત અપાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X