For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC World Cup 2019: ભારતીય ટીમને મોટો ફટકો, ઘાયલ ગબ્બર ત્રણ અઠવાડિયા માટે બહાર

ICC World Cup 2019: ભારતીય ટીમને મોટો ફટકો, ઘાયલ ગબ્બર ત્રણ અઠવાડિયા માટે બહાર

|
Google Oneindia Gujarati News

વર્લ્ડ કપ 2019ની બીજી મેચમાં શાનદાર સદી ફટકારીને ફોર્મમાં પરત ફરેલ શિખર ધવન પાસેથી ભારતીય ટીમને ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર મળી રહ્યા છે. ગબ્બરના અંગૂઠામાં ફ્રેક્ચર થઈ જતાં તેમને ટીમથી બહાર રાખવામાં આવ્યા છે. ધવન હવે ત્રણ અઠવાડિયા સુધી મેચ નહિ રમી શકે. એટલે કે 13 જૂને પાકિસ્તાન વિરુદ્ધ રમાનાર વનડે મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝાટકો લાગ્યો છે.

ટીમ ઈન્ડિયાને ફટકો

ટીમ ઈન્ડિયાને ફટકો

ઉલ્લેખનીય છે કે રવિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના નાયક રહેલ શિખર ધવન ફાસ્ટ બોલર નાથન કૂલ્ટર નાઈલના બાઉન્સર બોલ પર ઘાયલ થઈ ગયા હતા. પરંતુ છતાં ધવને શાનદાર ઈનિંગ રમી 109 બોલમાં 117 રન ફટકાર્યા હતા. જે બાદ ધવન ફિલ્ડિંગ કરવા ન ઉતર્યો અને તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને ફિલ્ડમાં ઉતારવામાં આવ્યો હતો. ધવનના અંગૂઠામાં ફ્રેક્ચર છે. નૉટિંઘમમાં સ્કેન બાદ આ માલૂમ પડ્યું છે. પોતાની ઈનિંગ બાદ ધવન ડ્રેસિંગ રૂમમાં જ બેસી રહ્યો અને ઘાયલ અંગૂઠા બરફ લગાવતો રહ્યો.

ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર

ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર

હવે તેમની જગ્યાએ કેએલ રાહુલ ઈનિંગ ઓપન કરી શકે છે. શિખર ધવને પોતાના કરિયર દરમિયાન આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ધવને 2015ના વર્લ્ડ કપમાં 51.50ની એવરેજથી 412 રન બનાવ્યા હતા, જેમાં તેની બે સદી પણ સામેલ છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફીમાં પણ ધવનનું જોરદાર પ્રદર્શન રહ્યું છે. તેમણે 77.88ની એવરેજથી ત્રણ શદી સાથે 701 રન બનાવ્યા.

વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાના બાકી મેચ

3. ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ, ટ્રેન્ટ બ્રિજ- 13 જૂન.
4. ભારત વર્સિસ પાકિસ્તાન, ઓલ્ડ ટ્રેફર્ડ- 16 જૂન.
5. ભારત વર્સિસ અફઘાનિસ્તાન, સાઉથેમ્પ્ટન- 22 જૂન.
6. ભારત વર્સિસ વેસ્ટ ઈન્ડિઝ, ઓલ્ડ ટ્રેફ્ડ- 27 જૂન.
7. ભારત વર્સિસ ઈંગ્લેન્ડ, એજબેસ્ટન- 30 જૂન.
8. ભારત વર્સિસ બાંગ્લાદેશ, એજબેસ્ટન- 2 જુલાઈ.
9. ભારત વર્સિસ શ્રીલંકા, લીડ્સ- 6 જુલાઈ.

વીડિયો: દર્શકો સ્ટીવ સ્મિથને દગાખોર કહી રહ્યા હતા, કોહલી બચાવમાં આવ્યાવીડિયો: દર્શકો સ્ટીવ સ્મિથને દગાખોર કહી રહ્યા હતા, કોહલી બચાવમાં આવ્યા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC World Cup 2019: injured gabbar shikhar dhavan ruled out for 3 weeks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X