For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INDvsAFG: અફઘાનિસ્તાનને હરાવી સેમીફાઈનલનો રસ્તો સાફ કરવા માંગશે ભારત

INDvsAFG: અફઘાનિસ્તાનને હરાવી સેમીફાઈનલનો રસ્તો સાફ કરવા માંગશે ભારત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાઈ રહેલ વર્લ્ડ કપના 28 મેચમાં કમજોર પ્રદર્શન કરનાર અફઘાનિસ્તાનની ટક્કર સાઉથમ્પ્ટનમાં વર્લ્ડ કપની દાવેદાર ટીમ ભારત સાથે થવા જઈ રહ્યો છે. મુકાબલો એક તરફો જોવા મળી રહ્યો છે કેમ કે અફઘાનિસ્તાન અત્યાર સુધીમાં 5 મેચ રમી ચૂક્યું છે જેમાંથી એકપણ મેચ હજુ જીતી નથી, જ્યારે ભારતે 4માંથી 3 મેચમાં જીત મેળવી જ્યારે 1 મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. ભારત ઈચ્છશે કે આ આસાન મેચ જીતી સેમીફાઈનલમાં એન્ટ્રીનો રસ્તો સાફ થઈ જાય.

સેમીફાઈનલમાં આસાન એન્ટ્રી થઈ શકે

સેમીફાઈનલમાં આસાન એન્ટ્રી થઈ શકે

અત્યાર સુધીમાં ભારત 4 મેચ રમી ચૂક્યું છે જેમાં 3માં જીત જ્યારે એક વરસાદને કારણે રદ્દ થઈ. પોઈન્ટ ટેબલ પર વિરાટ સેના 7 અંકો સાથે ચોથા સ્થાને છે જ્યારે અફઘાનિસ્તાન અંતિમ સ્થાને છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર અફઘાનિસ્તાનની ટીમ ભારત સાથે મુકાબલો કરશે. અફઘાનિસ્તાને પોતાની પાછલે મેચમાં ઈંગ્લેન્ડ સામે 105 રને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમના મહત્વના બોલર રાશિદ ખાનની ભારે ટીકા થઈ હતી જેમણે 9 ઓવરમાં 110 રન આપ્યા હતા. ભારતના બેટ્સમેન પણ લયમાં છે, ખાસ કરીને રોહિત શર્મા જેમણે પાકિસ્તાન વિરુદ્ધ 16 જૂને 140 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. એવામાં અફઘાની બોલર્સે ભારતના બેટ્સમેનો પર લગામ લગાવવી સહેલી નહિ હોય.

સંભવિત 11 ભારત

સંભવિત 11 ભારત

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, વિજય શંકર, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોમ્મદ શામી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.

સંભવિત 11 અફઘાનિસ્તાન

સંભવિત 11 અફઘાનિસ્તાન

હઝરતુલ્લાહ જજઈ, નૂર અલી, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી, મોહમ્મદ નબી, ગુલાબુદ્દીન નાયબ, નસીબુલ્લાહ, જાદ્રાન, ઈકરામ અલી ખિલ, રાશિદ ખાન, અફતાબ આલમ, હામિદ હસન.

અફઘાનિસ્તાન વિરુદ્ધ સચિન અને લારાનો આ વિરાટ રેકોર્ડ તોડી શકે છે કોહલી અફઘાનિસ્તાન વિરુદ્ધ સચિન અને લારાનો આ વિરાટ રેકોર્ડ તોડી શકે છે કોહલી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC world cup 2019: preview of india vs afghanistan match, india will look forward to get easy entry in semifinal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X