For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ind v Pak : 'પાકિસ્તાન પાસેથી કેટલા પૈસા લીધા?', ભારતની હાર બાદ લોકોનો મહંમદ શમીને સવાલ

Ind v Pak : 'પાકિસ્તાન પાસેથી કેટલા પૈસા લીધા?', ભારતની હાર બાદ લોકોનો મહંમદ શમીને સવાલ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

આખરે વર્લ્ડકપમાં પાકિસ્તાનની ભારત સામે હારનો ક્રમ તૂટી ગયો. 1992માં 50 ઓવરના વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન પહેલી વખત સામસામે આવ્યા હતા. ત્યાંથી લઈને અત્યાર સુધી 12 વખત ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું, પણ રવિવારના રોજ દુબઈમાં યોજાયેલી મૅચમાં ઊલટું થયું.

આ સાથે જ વિરાટ કોહલી પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડકપમાં હારનારા પ્રથમ ભારતીય કૅપ્ટન બની ગયા.

પાકિસ્તાનના ખેલાડીઓ સાથેની વિરાટ કોહલીની તસવીરો અંગે ચર્ચા કેમ થઈ રહી છે?

આ હારની સાથે જ સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયાઓ આવવા લાગી, તે પ્રતિક્રિયાઓમાં ક્રિકેટર મહંમદ શમી પણ લોકોનાં નિશાને ચઢ્યા હતા.

ઘણા લોકો હતા જેમણે શમીને પાકિસ્તાની ગણાવીને તેમની ટીકા કરી, તો કેટલાક લોકો હતા જેમણે તેમના પર મૅચ હારવા માટે પૈસા લેવાનો પણ આરોપ લગાવ્યો.


લોકોએ શું-શું કહ્યું?

ભારત-પાકિસ્તાન મૅચ દરમિયાન બૉલિંગ કરી રહેલા મોહમ્મદ શમી

ઇન્સ્ટાગ્રામ પર થયેલા ટ્રોલિંગમાં શમી વિશે એવા એવા શબ્દોનો ઉપયોગ કરાયો છે, જેનો ઉલ્લેખ અહીં કરી શકાય તેમ નથી.

નદીમ ખાન નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે મહંમદ શમીને ટાંકીને લખ્યું “મૅન ઑફ પાકિસ્તાન”.

અજય રાજપૂતે લખ્યું, “જ્યારે વેંચાઈ જ જવું હતું, તો રમો છો શા માટે?”

શિમવસિંહ નામના યુઝરે લખ્યું, “કોની ટીમમાંથી રમી રહ્યા હતા?”

પ્રજ્વલ નામના એક યુઝરે લખ્યું, “ભારતીય ટીમમાં પાકિસ્તાની”


શમીના બચાવમાં લોકોએ શું કહ્યું?

મોહમ્મદ શમી

સોશિયલ મીડિયા પર એક તરફ લોકોનો ગુસ્સો જોવા મળ્યો, તો બીજી તરફ ઘણા લોકો એવા પણ હતા કે જેમણે શમીનો બચાવ કર્યો.

એ લોકોમાં જમ્મુ-કાશ્મીર નેશનલ કૉન્ફરન્સના ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાહનો પણ સમાવેશ થાય છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું, “મહંમદ શમી એ 11 ખેલાડીઓમાંથી એક હતા, જેઓ ગઈકાલે રાત્રે મૅચ હાર્યા, મેદાન પર તેઓ એકમાત્ર ખેલાડી નહોતા.”

ભારતીય ક્રિકેટ ટીમ વિશે તેમણે લખ્યું, “'બ્લૅક લાઇવ્સ મેટર્સ’ માટે ઘૂંટણિયે પડવાનો કંઈ જ અર્થ નથી, જો તમે તમારી ટીમના ખેલાડી માટે કંઈ કરી ન શકો, જેમની સોશિયલ મીડિયા પર ખૂબ જ ટીકા થઈ રહી છે.”

https://twitter.com/OmarAbdullah/status/1452514813960237063

દક્ષિણ ભારતના અભિનેતા રાહુલ રવીન્દ્રને ટ્વીટ કરીને કહ્યું, “અમે તમને પ્રેમ કરીએ છીએ મહંમદ શમી. હા અત્યારે અમે નિરાશ છીએ. પણ મને ખાતરી છે કે અમારા કરતાં તમારું મન દુખી છે."

"મને વિશ્વાસ છે કે ટીમ અને તમે ગઈકાલ રાત કરતાં આગળ વધારે સારું રમશો. અમારામાંથી કેટલાક લોકો તરફથી હું માફી માગું છું. તે ખૂબ ખરાબ છે. અમે આગળની મૅચ માટે તમારો ઉત્સાહ વધારીશું. તમે એકલા નહીં ચાલો.”

https://twitter.com/23_rahulr/status/1452527640384999425

અશ્ફાક નામના યુઝરે લખ્યું, “તમે ગમે તેટલી દેશભક્તિ બતાવવાનો પ્રયાસ કરો, તેઓ તમને ભારતીય મુસ્લિમ તરીકે શોધી જ લેશે. હવે સવાલ છે કે શું ભારતીય ક્રિકેટ ટીમ મહંમદ શમીની પડખે ઊભી રહેશે?”

https://twitter.com/99_ashfaq/status/1452516153583017988

હુઝૈફા નામના યૂઝરે એક તસવીર સાથે પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું, “જો આ જ વસ્તુ મહંમદ શમી કરી રહ્યા હોત તો?”

https://twitter.com/Huzaifa_bhaidu/status/1452332441247658000

અદ્વૈદ નામના યુઝરે લખ્યું, “બે મહિના પહેલાં જ્યારે હૉકીખેલાડી વંદના કટારિયા વિરુદ્ધ જાતીય ટિપ્પણી થઈ હતી, ત્યારે ભારતીય મહિલા હૉકી ટીમનાં કૅપ્ટન રાની રામપાલ તેમની સાથે ઊભા રહ્યાં હતાં. હવે જોઈએ કે શું વિરાટ કોહલી શમી પર થઈ રહેલા આ શાબ્દિક હુમલાની નિંદા કરે છે કે નહીં.”

https://twitter.com/Advaidism/status/1452491274003435521


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=yUwejY1AQ-I

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ind v Pak: 'How much money did you take from Pakistan?' People asked Shami
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X