For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: મેલબોર્નમાં ભારતનું પલડું ભારી, મજબૂતીથી વાપસી કરશે

IND vs AUS: મેલબોર્નમાં ભારતનું પલડું ભારી, મજબૂતીથી વાપસી કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 4 મેચની બૉર્ડર- ગાવસ્કર ટેસ્ટ સીરીઝની પહેલી મેચ એડિલેડના મેદાનમાં રમાઈ છે. એડિલેડના મેદાન પર રમાયેલ આ મેચમાં ભારતીય ટીમે શર્મનાક હારનો સામનો કરવો પડ્યો અને બીજી ઈનિંગમાં તેઓ ટેસ્ટ ઈતિહાસના ન્યૂનતમ સ્કોર 36 પર જ ઑલઆઉટ થઈ ગયા. આ હાર બાદ ભારતીય ટીમે ખરાબ રીતે આલોચનાઓનો સામનો કરવો પડ્યો, જો કે આ મેચમાં પહેલા બે દિવસ ભારતીય ટીમે કબ્જો જમાવ્યો હતો. જો કે હવે 26 ડિસેમ્બરથી ટીમ ઈન્ડિયા મેલબોર્ન મેદાનમાં સીરીઝની બીજી મેચ રમશે.

ind vs aus

ઉલ્લેખનીય છે કે આ મેદાન પર ભારતીય ટીમના ઈતિહાસ અને રેકોર્ડ પર નજર નાકીએ તો મેલબોર્નના મેદાન પર ભારતીય ટીમના વાપસીના ચાંસ વધુ છે. ભારતીય ટીમ જ્યારે છેલ્લી વખત 2018માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ઈ હતી ત્યારે ભારતીય ટીમે આ મેદાન પર બૉક્સિંગ ડે ટેસ્ટ મેચ રમી હતી અને અહીં 137 રને જીત નોંધાવી હતી.

AUS vs IND: એડિલેડમાં શર્મનાક હાર બાદ મેલબોર્નમાં આ 4 બદલાવ સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયાAUS vs IND: એડિલેડમાં શર્મનાક હાર બાદ મેલબોર્નમાં આ 4 બદલાવ સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા

ભારતીય ટીમે જાન્યુઆરી 1948માં આ મેદાન પર પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી જેમાં કાંગારુ ટીમે 233 રને જીત હાંસલ કરી હતી. જ્યારે ભારતે ફેબ્રુઆરી 1948માં રમાયેલ બીજી મેચમાં એક ઈનિંગ અને 177 રને હારનો સામનો કર્યો. જ્યારે જાન્યુઆરી 1968માં રમાયેલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર બારતીય ટીમે એક ઈનિંગ અને ચાર રને હારનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે ભારતીય ટીમે જાન્યુઆરી 1978માં ઓસ્ટ્રેલિયાને મેલબોર્ન મેદાન પર 222 રને હરાવી પહેલી જીત હાંસલ કરી, જ્યારે ફેબ્રુઆરી 1981માં રમાયેલ મુકાબલામાં 59 રને જીત હાંસલ કરી હતી. ડિસેમ્બર 1958માં રમાયેલ મુકાબલામાં મેચ ડ્રો રહી હતી જ્યારે ડિસેમ્બર 1991માં ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે જીત હાંસલ કરી હતી.

ઓસ્ટ્રેલિયાઈ ટીમે ડિસેમ્બર 1999માં ભારતીય ટીમને 180 રને હરાવી જ્યારે ડિસેમ્બર 2003માં 9 વિકેટે હરાવી હતી. ડિસેમ્બર 2007માં ઓસ્ટ્રેલિયાએ 337 અને 2011માં 122 રને જીત હાંસલ કરી. જ્યારે 2014માં રમાયેલ મુકાબલો ડ્રો રહ્યો હતો જ્યારે 2018માં ભારતીય ટીમે 137 રને જીત હાંસલ કરી હતી.

આ મુકાબલામાં ચેતેશ્વર પુજારાની સદીની મદદથી ભારતીય ટીમે 443 રન બનાવી ઈનિંગ ડિક્લેર કરી, જ્યારે ઓસ્ટ્રેલિયાઈ ટીમ માત્ર 151 રન જ બનાવી શકી હતી, જ્યારે ભારતીય ટીમે બીજી ઈનિંગમાં 8 વિકેટ પર 106 રન બનાવી ઈનિંગ ડિક્લેર કરી અને ઓસ્ટ્રેલિયા સામે 399 રનનો ટાર્ગેટ રાખ્યો હતો.

જવાબમાં ઓસ્ટ્રેલિયાઈ ટીમ 261 રન જ બનાવી શકી અને ભારતીય ટીમ માટે જસપ્રીત બુમરાહ અને રવીંદ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી. ભારત માટે સારી બાબત એ છે કે ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ આ મેદાનમાં વાપસી કરનાર છે. એવામાં ભારતીય ટીમ જબરદસ્ત વાપસી કરી શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs AUS 2nd Test: indian team can comeback strongly on Melbourne ground
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X