For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: પુજારાની LBW પર થયો વિવાદ, અંપાયરે કહ્યું નૉ શૉટ

IND vs AUS: પુજારાની LBW પર થયો વિવાદ, અંપાયરે કહ્યું નૉ શૉટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ટીમના બેટિંગના મુખ્ય સૂત્રધાર ચેતેશ્વર પુજારા પોતાના બેટથી 2018/19ની વીરગાથા પુનરાવર્તિત ના કરી શકયા, પરંતુ તેઓ હજી પણ ઓસ્ટ્રેલિયાઈ ટીમ માટે એક બહુ કીમતી વિકેટ છે કેમ કે મેજબાન ટીમ 'નવી દિવાલ'ને આઉટ કરવા માટે વિવિધ યોજના બનાવી રહી છે.

કેમ કે ટીમ ઈન્ડિયા બ્રિસ્બેન ટેસ્ટને બચાવવા માટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મજબૂત લડાઈ ચાલુ રાખે છે અને ગાબામાં 19 તારીખે બોર્ડર- ગાવસ્કર ટ્રોફીને યથાવત રાખવા માટે પહેલા સેશનમાં એક વિકેટ સાથે 83 રન બનાવી લીધા છે. આ દરમ્યાન શુભમન ગિલની શાનદાર ફીફ્ટી જોવા મળી છે અને રોહિત શર્મા 7 રન બનાવી આઉટ થઈ ગયા. ક્રીજ પર તેમનો સાથ 90 બોલ રમી ચૂકેલા ચેતેશ્વર પુજારા આપી રહ્યા છે. જો કે પુજારા ત્યારે માંડ માંડ બચ્યા જ્યારે નાથન લિયોને તેમની વિરુદ્ધ LBWની અપીલ કરી.

ind vs aus 2020-21

નાથન લિયોનને ડિફેંડ કરવા માટે ચેતેશ્વર પુજારા વિકેટથી નીચે આવ્યા, પરંતુ પેડ પર બોલ લાગી ગયો. એવું લાગ્યું કે બોલ લાઈનમાં લાગી છે પરંતુ ઑન ફીલ્ડ અંપાયરે તેને નૉટ આઉટ આપ્યો. ઓસ્ટ્રેલિયાએ ચેતેશ્વર પુજારા સામે LBWના ફેસલાનો રિવ્યૂ લીદો, પરંતુ આ ત્યારે પણ અંપાયરનો કૉલ હતો. અંપાયરના ફેસલા સંભળાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાઈ ફેંસ ભડકી ઉઠ્યા હતા કે પુજારાએ કોઈ શૉટ નહોતો રમ્યો. ફેન્સ અને અંપાયર કૉલ પર અવિશ્વાસમાં હતા. કેટલાય ફેંસનું માનવું હતું કે આ શૉટ રમાયો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચિત મામલો છે.

આના પહેલા દિવસની શરૂઆતમાં પૈટ કમિંસ દ્વારા રોહિત શર્માને આઉટ કર્યા બાદ ભારતને પહેલો ઝાટકો લાગ્યો. તમને જણાવી દઈએ કે ભારત પાંચમા દિવસે રેકોર્ડ 328 રનનો ટાર્ગેટ ચેઝ કરવા માટે ઉતર્યું છે.

જ્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયા પાસે ભારતને હરાવવા અને સીરીઝને 2-1થી જીતવા માટે મહત્તમ 98.1 ઓવર છે, પરંતુ આ માત્ર એક અઠવાડિયા પહેલાં હતું જ્યારે ઘરેલૂ ટીમે સિડની ટેસ્ટમાં 131 ઓરમાં અજિંક્ય રહાણેની ધમાકેદાર ટીમને પછાડવામાં નિષ્ફળતા હાંસલ કરી.

આ મેચની મુખ્ય વાત યુવાઓનું શાનદાર પ્રદર્શન રહી છે જેમાં તાજા મામલામાં મોહમ્મદ સિરાજની 5 વિકેટ સામેલ છે અને હવે શુભમન ગિલે સારી ઈનિંગ રમી. શાર્દુલ ઠાકુરે તો ત્રણેય ઈનિંગમાં બેટ અને બોલથી સારું પ્રદર્શન કર્યું છે.

બ્રિસ્બેન ટેસ્ટમાં વોશિંગ્ટનના 'સુંદર' પ્રદર્શન છતાં તેના પિતા નિરાશબ્રિસ્બેન ટેસ્ટમાં વોશિંગ્ટનના 'સુંદર' પ્રદર્શન છતાં તેના પિતા નિરાશ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs AUS: Controversy over Pujara's LBW, umpire says no shot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X