For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: હાર્દિક પંડ્યાએ જણાવ્યું ક્યારે કરશે બોલિંગમાં વાપસી, જાણો

IND vs AUS: હાર્દિક પંડ્યાએ જણાવ્યું ક્યારે કરશે બોલિંગમાં વાપસી, જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયાનો દિવસ હતો અને મેજબાનોએ ભારત સામે પહેલી વનડે મેચમાં 66 રને જીત હાંસલ કરી. શિખર ધવન અને હાર્દિક પંડ્યાની ધમાકેદાર ઈનિંગની મદદથી ભારતે 375ના ટાર્ગેટનો પીછો કરતાં એક આક્રમક લડાઈ લજી હતી. શિખર ધવને ફિફ્ટી ફટકારી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ 76 બોલમાં 90 રનની ઈનિંગ રમી હતી.

hardik pandya

જો કે બોલિંગ એકમમાં હાર્દિક પંડ્યાની સેવાઓ છૂટી ગઈ છે. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને રોકવામાં ભારતીય બોલર્સ હાંફી ગયા હતા. હવે હાર્દિક પંડ્યા કે જેઓ પાછલા વર્ષે પીઠની ઈજાને કારણે બોલિંગ કરવા માટે સંપૂર્ણ ફિટ નથી, તેમણે આગલા થોડા વર્ષોમાં ICC મેગા-ઈવેન્ટ્સ જેવા વધુ મહત્વપૂર્ણ ખેલ પહેલાં 100 ટકાની ક્ષમતામાં વાપસીનું વચન આપ્યું છે.

જણાવી દઈએ કે 2019ના જુલાઈમાં રમાયેલ વનડે મેચ બાદથી હાર્દિક પંડ્યા 27 નવેમ્બરે પહેલી વનડે મેચ રમ્યો હતો.

IND vs AUS 1st ODI: સિડનીમાં ફ્લોપ થઇ ભારતીય ટીમ, ઓસ્ટ્રેલીયાની 66 રને જીતIND vs AUS 1st ODI: સિડનીમાં ફ્લોપ થઇ ભારતીય ટીમ, ઓસ્ટ્રેલીયાની 66 રને જીત

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પાંડ્યાએ કહ્યું કે, 'લાંબા અંતરાલ બાદ બોલિંગ ક્રીજ પર ઉતરવું એક પ્રક્રિયા છે. હું લાંબાગાળાની દ્રષ્ટિ અપનાવી રહ્યો છું જેમાં સૌથી મહત્વપૂર્ણ ખેલમાં મારી બોલિંગ ક્ષમતા 100 ટકા કરવા માંગું છું. વિશ્વ કપ આવી રહ્યો છે. વધુ નિર્ણાયક શ્રૃંખલાઓ આવી રહી છે. હું એક દીર્ઘકાલિન યોજનાના રૂપમાં વિચારી રહ્યો છું, અલ્પાવધિ નહિ કે જ્યાં ખુદને સમાપ્ત કરું અને કદાચ બીજી ચોટ લાગી જાય. માટે આ એક પ્રક્રિયા થવા જઈ રહી છે, જેનું હું અનુસરણ કરી રહ્યો છું. હું જણાવી ના શકું. જ્યારે તમે બોલિંગ કરવા જઈ રહ્યા છો ત્યારે ઠીક છે પણ પ્રક્રિયા ચાલુ છે. હું નેટ્સમાં બોલિંગ કરી રહ્યો છું. બસ હું ખેલ માટે તૈયાર નથી, પરંતુ હું બોલિંગ કરી રહ્યો છું. આ આત્મવિશ્વાસ છે અને કુશળતા હોવી જરૂરી છે.'

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND VS AUS: Hardik Pandya revealed when he will bowl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X