IND vs AUS : ભારતની શાનદાર જીત, કેએલ રાહુલ-સુર્યકુમારે ટીમને જીત સુધી પહોંચાડી
ભારત અને ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી પહેલી વન ડેમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ભારતે રન ચેંજ કરતા ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હાર આપી છે.
ભારતને શુભમન ગીલ અને ઋતુરાજ ગાયકવાડે શાનદાર શરૂઆત અપાવતા 142 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. શુભમન ગીલ અને ઋતુરાજ ગાયકવાડે 74 અને 71 રનની શાનદાર ઈનિંગ રનીને ટીમનો રસ્તો આસાન બનાવી દીધો.

ત્યારબાદ કેએલ રાહુલ અને સુર્યકુમાર યાદવના બેટથી શાનદાર ઈનિંગ્સ આવી અને બન્નેએ પોતાની અડધી સદી પુરી કરીને ટીમને જીત સુધી પહોંચાડવામાં મોટી ભુમિકા ભજવી. કેએલ રાહુલે શાનદાર સિક્સર સાથે મેચ જીતાડતા 58 રનની ઈનિંગ રમી તો સુર્યકુમાર યાદવે પણ 50 રનની ઈનિગ રમી.
બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્પાએ સૌથી વધુ 2 વિકેટ લીધી. આ સિવાય બેટિંગમાં ડેવિડ વોર્નરે શાનદાર અડધી સદી ફટકારતા 52 રનની ઈનિંગ્સ રમી.
પહેલી ઈનિંગ્સમાં ભારતીય બોલર સામે ઓસ્ટ્રેલિયન ટીમ ફિક્કી સાબિત થઈ અને તમામ વિકેટ ગુમાવી દીધી. ભારત તરફથી વખત મોહમ્મદ સિરાજે 5 વિકેટ લીધી.
આમ ભારતે વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે શાનદાર શરૂઆત કરતા 3 વન ડેની સિરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ જીત ભારત માટે મહત્વની સાબિત થઈ શકે છે. વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવીને ટીમનું મનોબળ પણ વધશે.












Click it and Unblock the Notifications
