IND vs AUS : ભારતીય ટીમના નબળા પ્રદર્શન પાછળ કોચ ગૌતમ ગંભીર જવાબદાર? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
IND vs AUS : ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનું નબળુ પ્રદર્શન સતત યથાવત છે. ટીમની કથળી રહેલી સ્થિતીને લઈને હવે ટીમ મેનેજમેન્ટ પણ એક્શનમાં આવ્યુ છે.
ટીમના નબળા પ્રદર્શન માટે જાણકારો ગૌતમ ગંભીરને જવાબદાર માની રહ્યાં છે. અટકળો લાગી રહી છે કે ગૌતમ ગંભીર કોચ બન્યા બાદ ટીમમાં ભાગલા પડી ગયા છે અને તેના કારણે પ્રદર્શન કથળી રહ્યું છે.

હાલમાં જ ઓસ્ટ્રેલિયન સમાચારપત્રમાં એક ભારતીય લેખકની કોલમમાં આ તરફ ઈશારો કરવામાં આવ્યો છે. આ કોલમ અનુસાર, ગૌતમ ગંભીર અને ભારતીય ટીમના ખેલાડીઓ વચ્ચે વાતચીતનો અભાવ છે અને ખેલાડીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે.
લેખક ભરત સુંદરેસને ઓસ્ટ્રેલિયાના એક અખબારમાં કોલમ લખીને ઘણા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે, પ્રવાસ પહેલા પણ ટીમ બેચેન દેખાતી હતી. આ કોઈ ભારતીય ટીમ નથી જે ટુકડાઓમાં વહેંચાયેલી છે પરંતુ આ વખતે પણ તે જ છે. તેમણે કહ્યું કે ટીમમાં શરૂઆતથી જ અનિશ્ચિતતાના સંકેત દેખાઈ રહ્યા હતા.
આ લેખકે ભારતીય ટીમના એક રિઝર્વ ખેલાડી સાથે કરેલી વાતચીતનો ખુલાસો કર્યો અને કહ્યું કે, આ ખેલાડીઓ કેપ્ટન અને કોચને કંઈ કહી શકતા નથી. શું ચાલી રહ્યું છે તે સમજી શકાતું નથી. સિડની ટેસ્ટ પહેલા ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સમાં પણ સવાલોના જવાબ સ્પષ્ટ નહોતા અને તેનાથી તણાવ વધુ વધ્યો.
કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયામાં ડરનો માહોલ છે અને ખેલાડીઓની ગૌતમ ગંભીર સાથે વધુ વાતચીત નથી. આ તમામ બાબતો મેલબોર્ન ટેસ્ટ બાદ બહાર આવી છે. ડ્રેસિંગ રૂમમાં શું થઈ રહ્યું હતું, કોણે શું કહ્યું વગેરે જેવી બાબતો અગાઉ ક્યારેય સાંભળી ન હતી.
બીજી તરફ રોહિત શર્માને સિડની ટેસ્ટ મેચમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો. ભારતીય કેપ્ટનને બેન્ચ પર રાખીને બુમરાહને કેપ્ટન્સી આપવામાં આવી છે. જસપ્રીત બુમરાહે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને ટીમ ઈન્ડિયા 185ના સ્કોર પર આઉટ થઈ ગઈ. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે.












Click it and Unblock the Notifications
