For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS 3rd Test: ઓસ્ટ્રેલિયાઈ ટીમને લાગ્યો ઝાટકો, આ પેસર થયો મેચથી બહાર

IND vs AUS 3rd Test: ઓસ્ટ્રેલિયાઈ ટીમને લાગ્યો ઝાટકો, આ પેસર થયો મેચથી બહાર

|
Google Oneindia Gujarati News

ત્રીજી ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયાઈ ટીમને જબરો ઝાટકો લાગ્યો છે. કાંગારુ ટીમના પેસર જેમ્સ પેટિંસન ત્રીજી મેચથી બહાર થઈ ગયો છે. નોંધનીય છે કે જેમ્સ પેટિંસન ઈજાગ્રસ્ત થઈ ગયો હોવાના કારણે ત્રીજી ટેસ્ટ પહેલાં સિલેક્શન માટે બહાર થઈ ગયા છે. સોમવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે પુષ્ટિ કરી છે. જો કે તેમને પહેલી બે મેચમાં પણ રમવાનો મોકો નહોતો મળ્યો.

james pattinson

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં કહ્યું, "પેસર જેમ્સ પેટિંસન ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાનાર ત્રીજી ટેસ્ટથી બહાર થઈ ગયા છે." ક્રિકેટ ડૉટ કૉમ ડૉટ એયૂના રિપોર્ટ મુજબ પેંટિસન બીજી મેચ બાદ રજા પર હતો અને પોતાના ઘરે ગયો હતો. પોતાના ઘરી તે પડી ગયો હતો, જેને પગલે ઈજાગ્રસ્ત થઈ ગયો અને ત્રીજી ટેસ્ટ મેચથી બહાર થઈ ગયો છે.

બીજી તરફ મિચેલ નાસેર અને સીન એબૉટ ટીમ સાથે છે. એામાં પેટિંસનના સ્થાને એકેય ખેલાડીને ટીમમાં શામેલ કરવામાં નહિ આવે, બલકે તેમની ફિટનેસની ટેસ્ટ ચોથી ટેસ્ટ મેચ પહેલાં જ કરાશે. ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ બોર્ડે કહ્યું કે ટીમાં તેમની જગ્યાએ અન્ય કોઈને શામેલ કરવામાં નહિ આવે અને બ્રિસબેનમાં રમાનાર ચોથી ટેસ્ટ મેચ પહેલાં તેમની ફિટનેસની તપાસ કરવામાં આવશે.

IND vs AUS: બ્રિસ્ટેન ટેસ્ટ પર ખતરો મંડરાયો, ભારતને સખ્ત ક્વોરેન્ટાઈન નિયમો પ્રત્યે વાંધોIND vs AUS: બ્રિસ્ટેન ટેસ્ટ પર ખતરો મંડરાયો, ભારતને સખ્ત ક્વોરેન્ટાઈન નિયમો પ્રત્યે વાંધો

જો કે પેટિંસન શરૂઆતી બે મેચમાં અંતિમ 11નો ભાગ નહોતો. ત્રીજી ટેસ્ટ મેચ રમી શકશે કે નહિ તે નક્કી નહોતું, પરંતુ જે પ્રકારના તે બોલર છે તે હિસાબે કાંગારુઓ માટે આ ઝાટકા સમાન છે, કેમ કે કનેક્શનની સ્થિતિમાં તેમને કોઈપણ બોલરના સ્થાને રમાડવામાં આવી શકે તેમ હતા. હાલના સમયમાં ઓસ્ટ્રેલિયાઈ ટીમ મિચેલ સ્ટાર્ક, પેટ કમિંસ અને જોશ હેઝલવુડની તિકડી સાથે મેદાન પર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1થી ટેસ્ટ સીરીઝમાં બરાબરી કરી રહ્યાં છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ind vs aus: james pattinson will not be able to play 3rd test also
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X