IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટી20માં ઈતિહાસ રચી શકે રોહિત શર્મા

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટી20માં ઈતિહાસ રચી શકે રોહિત શર્મા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી20 મેચની સિરીઝનો પહેલો મુકાબલો આજે 20 સપ્ટેમ્બરે પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિંદ્રા સ્ટેડિયમ, મોહાલીમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 7 વાગ્યે થશે. ઓસ્ટ્રેલિયા સામે આ પ્રવાસ પર ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ માટે પોતાની તૈયારીઓને અંતિમ રૂપ આપવા માંગશે. જ્યારે સિરીઝ પહેલાં ટી20માં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈતિહાસ રચી શકે છે. હિટમેન એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

Rohit Sharma

માત્ર 2 છગ્ગા લગાવવા પડશે

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી 171 છગ્ગા લગાવ્યા છે. જ્યારે આ યાદીમાં ટૉપ પર ન્યૂઝિલેન્ડના માર્ટિન ગુપ્તિલ છે. ગુપ્તિલે ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 172 છગ્ગા લગાવ્યા છે. એવામાં જો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટી20માં રોહિત શર્મા બે છગ્ગા લગાવી દે છે તો તેઓ ન્યૂઝીલેન્ડના તોફાની બેટ્સમેનને પાછળ છોડી દેશે. આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 9મા નંબર પર છે. તેમણે ટી20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી 104 છગ્ગા ફટકાર્યા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 સિક્સ લગાવતા જ ન્યૂઝીલેન્ડના કોલિન મુનરોને પાછળ છોડી દીધા.

9મા સ્થાન પર છે કોહલી

ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર બેટ્સમેનની યાદીમાં વેસ્ટઈન્ડિઝના તોફાની બેટ્સમેન ક્રિસ ગેલ ત્રીજા નંબર પર છે. ગેલે પોતાના કરિયરમાં 124 છગ્ગા લગાવ્યા છે. જ્યારે ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગન 120 છગ્ગા સાથે ચોથા, ઓસ્ટ્રેલિયાના ટી20 કેપ્ટન એરોન ફિંચ 117 છગ્ગા સાથે પાંચમા, આયરલેન્ડના પૉલ સ્ટર્લિંગ 111 છગ્ગા સાથે છઠ્ઠા, વેસ્ટઈન્ડિઝના એવિન લુઈસ 110 સિક્સ સાથે 7મા, કોલિન મુનરો 107 છગ્ગા સાથે 8મા, વિરાટ કોહલી 104 છગ્ગા સાથે 9મા અને ડેવિડ વોર્નર 100 છગ્ગા સાથે 10મા સ્થાને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X