IND vs AUS: સ્મિથે બીજીવાર કેપ્ટન બનવાને લઈ મૌન તોડ્યું, જાણો શું બોલ્યા
IND vs AUS: સ્મિથે બીજીવાર કેપ્ટન બનવાને લઈ મૌન તોડ્યું, જાણો શું બોલ્યા
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બહુપ્રતિક્ષિત બોર્ડર- ગવાસ્કર સીરીઝનો શંખનાદ થવામાં હવે માત્ર એક અઠવાડિયાનો જ સમય બાકી છે અને બંને ટીમ પોતપોતાની ટીમો તૈયાર કરવી શરૂ કરી દીધી છે. આ સીરીઝ અંતર્ગત ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 મેચની ટેસ્ટ સીરીઝ રમી છે. હાલમાં જ સમાપ્ત થયેલ સીમિત ઓવર્સના ફોર્મેટની સીરીઝમાં જ્યાં ભારતીય ટીમે ટી20 સીરીઝને 2-1થી પોતાના નામે કરી ત્યાં જ વનડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયાઈ ટીમે ભારતને 2-1થી માત આપી છે.

આ સીરીઝ દરમ્યાન એરોન ફિંચ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો તેની જગ્યાએ મેથ્યૂ વેડને કપ્તાનીની જવાબદારી સોંપવામાં આવી, જે બાદથી આ સવાલ સતત ઉઠી રહ્યો છે કે શું ઓસ્ટ્રેલિયાઈ ટીમ સ્ટિવ સ્મિથને બીજીવાર કપ્તાની સોંપવા નથી માંગતું.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં બૉલ ટેપરિંગ સ્કેન્ડલમાં સ્ટીવ સ્મિથનો હાથ હોવાને પગલે તેમની પાસેથી કપ્તાી છીનવી લેવામાં આવી હતી અને એક વર્ષ રમવા પર અને 2 વર્ષ સુધી કપ્તાની કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જે બાદ સીમિત ઓવર ફોર્મેટમાં એરોન ફિંચને કેપ્ટન તો ટેસ્ટ ફોર્મેટ માટે ટિમ પેનને કપ્તાની સોંપવામાં આવી હતી. જ્યારે આ મુદ્દે સ્ટીવ સ્મિથે પહેલીવાર ખુલીને પોતાની વાત કહી છે.
સ્મિથનું માનવું છે કે આ એક પ્રક્રિયા છે જેનો ફેસલો ટીમ મેનેજમેન્ટ અને કોચે કરવાનો છે, દેશના હિતમાં જે કંઈપણ હશે તે તેમના માટે કંઈપણ કરવા તૈયાર છે.
તેમણે કહ્યું કે હું ટીમ માટે ઠીક હશે તેવું જ કરીશ, હું હાલ જ્યાં છું ત્યાં ઘણો ખુશ છું, પરંતુ જેમ કે હું હંમેશા કહું છું કે મારી ટીમને આગળ લઈ જવા માટે ફાયદાકારક હશે તેવું જ કરીશ. હા આ પ્રકારની વાત થતી હતી અને કોચ લૈંગરે આ વિશે વાત કરતા કહ્યું પણ હતું કે આ એક પ્રક્રિયા છે જે પૂરી કરવાની હોય છે.
ઉલ્લેખનીય છે કે હાલના કેપ્ટન ટિમ પેન પોતાના કરિયરના અંતિમ તબક્કામાં છે અને વધતી ઉંમર સાથે વધુ દિવસ સુધી પોતાની સેવાઓ ના આપી શકે માટે નવા કેપ્ટનને તૈયાર કરવાની જવાબદારી સોંપવા માટે નવા કેપ્ટનના નામને લઈ વાતચીત થઈ રહી છે.
જણાવી દઈએ કે સ્ટીવ સ્મિથ વર્ષ 2019માં પોતાનો બેન પૂરો કરી ટીમમાં વાપસી કરી પરંતુ કપ્તાની ના મળી. જ્યારે આગામી ટેસ્ટ સીરીઝ માટે પેટ કમિંસને ઉપ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ દરમ્યાન માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડને ઓસ્ટ્રેલિયાના ફ્યૂચર કેપ્ટનના દાવેદારના રૂપમાં જોવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
