IND vs AUS Test: ફાટેલાં જૂતાં પહેરી બોલિંગ કરી રહ્યા હતા મોહમ્મદ શમી, જાણો કારણ
IND vs AUS 1st Test: ક્રિકેટની દુનિયામાં એવા કેટલાય ક્રિકેટર છે જેઓ થોડા સમય માટે અંધવિશ્વાસમાં વિશ્વાસ કરે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના ડાબા હાથમાં પહેરેલું પહેલું પેડ, એમએસ ધોનીનો ભાગ્યશાળી નંબર 7, કેટલાંક આવાં ઉદાહરણો છે જેઓ અંધવિશ્વાસને માને છે. હાલમાં જ એક મેચ દરમ્યાન ફાટેલાં જૂતાં પહેરેરી ભારતીય પેસર મોહમ્મદ શમીની રમી રહ્યો હોય તેવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીર એડિલેડમાં ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઈટ ટેસ્ટની છે.
એક ટ્વિટર યૂઝરે પોતાના અકાઉન્ટ પર શમીની ફોટો પોસ્ટ કરી. આ ફોટોમાં જોઈ શકાય કે શમીના ડાબા પગના અંગૂઠે શૂઝ ફાટેલું છે. તો પહેલાં તો ગણા લોકોએ વિચાર્યું કે ફાટેલા જૂતાં પહેરી રમવા પાછળ શમીનો કંઈક અંધવિશ્વાસ હોવો જોઈએ. પંરતુ બોલિંગ કરતી વખતે પગનો અંગૂઠો જમીન પર હોવાથી દબાવી ના શકાય તે માટેશમીએ આવું કર્યું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી મેચ ગુરુવારે (17 ડિસેમ્બરે) એડિલેડ ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થયો. પહેલાં બેટિંગ કરતાં ભારતીય ટીમે 244 રન બનાવ્યા. જવાબમાં ભારતના બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ પાછળ નથી રહ્યો. જસપ્રીત બુમરાહે મેથ્યૂ વેડ અને જો બર્ન્સને પેવેલિયન ભેગા કર્યા. ઉમેશ યાદવે 3 અને રવિચંદ્રન અશ્વિને 4 વિકેટ ખેરવી. મોહમ્મદ શમીએ હજી સુધી એકેય વિકેટ નથી લીધી. ભારતીય બોલર્સે 191 રનમાં જ ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગ સમાપ્ત કરી દીધી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો