IND vs AUS, World Cup 2023 : રોહિત સાથે આ બેટ્સમેન કરી શકે છે ઓપનિંગ, આવી હશે બંને ટીમોની પ્લેઇંગ 11
IND vs AUS, World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં વન ડે વિશ્વ કપ 2023ની પાંચમી મેચ રમાશે. આ મેચ સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વિશ્વ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ પહેલા બંને ટીમના એક-એક ઘાતક પ્લેયરના રમવા પર શંકા છે.
આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મેચ પહેલા પોતપોતાની રણનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવા પડશે. આ મેચ બપોરે 2 કલાકથી રમાશે, જ્યારે ટોસ તેના અડધો કલાક પહેલા એટલે કે બપોરે 1.30 કલાકે થશે.

ભારત સામેની મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. ટીમનો સૌથી વિસ્ફોટક ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યો છે, અને તેના માટે ભારત સામે રમવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં કમિન્સ સ્ટોઈનિસની જગ્યાએ કેમેરોન ગ્રીનને પ્લેઈંગ-11માં સામેલ કરી શકે છે.
ગ્રીન પણ આક્રમક બેટિંગ કરે છે અને નીચલા ક્રમમાં ઝડપી ગતિએ રન બનાવી શકે છે. આવા સમયે એલેક્સ કેરીને વિકેટકીપર તરીકે જોશ ઈંગ્લિશ પર પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. માત્ર અનુભવી ડેવિડ વોર્નર અને મિશેલ માર્શ ઓપનિંગ કરતા જોવા મળશે. આવા સમયે, સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન મિડલ ઓર્ડરની જવાબદારી સંભાળતા જોવા મળશે.
ઓસ્ટ્રેલિયાની જેમ ભારતના પણ એક ખેલાડીના રમવા પર શંકા છે. સ્ટાર ઓપનર શુભમન ગિલ બીમાર છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે ડેન્ગ્યુથી પીડિત છે. તેના રમવા પર શંકા યથાવત્ છે. જોકે, કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા બંનેએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, શુભમનના રમવા અંગેનો નિર્ણય ટોસ પહેલા લેવામાં આવશે, પરંતુ મળતી માહિતી મુજબ, શુભમન હજૂ સુધી તેમાંથી બહાર આવી શક્યો નથી.
જો શુભમન નહીં રમે, તો રોહિતની સાથે ઈશાન કિશનને ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ સાથે જ શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવમાંથી કોઈ એકને મિડલ ઓર્ડરમાં તક મળી શકે છે. શ્રેયસ સ્પિન સારી રીતે રમે છે, તેથી તેને સૂર્યા કરતાં પ્રાધાન્ય આપી શકાય.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ-11 - ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (wk), ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (c), જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા
ભારતની સંભવિત પ્લેઈંગ-11 - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ/ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર/સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ












Click it and Unblock the Notifications
