IND vs BAN : બાંગ્લાદેશને હરાવીને ભારત T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં
IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલા T20 વર્લ્ડ કપના સુપર 8 મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવીને સેમીફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે.
આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં લગભગ પ્રવેશ કરી ચુકી છે. અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હજુ મેચ બાકી છે પરંતુ નેટ રન રેટમાં ભારત ઘણું આગળ છે.

ટોસ જીત્યા બાદ બાંગ્લાદેશના કેપ્ટન શાંતોએ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતીય કેપ્ટન રોહિત શર્માને 23ના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો. અહીંથી રિષભ પંત અને કોહલીએ ઇનિંગ્સને આગળ ધપાવી. સારી શરૂઆત બાદ કોહલી 37 રન બનાવીને આઉટ થયો.
પંતે તેની તોફાની સ્ટાઈલ ચાલુ રાખી અને 36 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. અંતે હાર્દિક પંડ્યાનું બેટ શાનદાર રીતે બોલ્યુ અને ઈનિંગના છેલ્લા બોલ પર ચોગ્ગા સાથે પોતાની ફિફ્ટી પૂરી કરી. તે 26 બોલમાં 50 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે 5 વિકેટે 196 રન બનાવ્યા હતા.
બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની વિકેટ પડતી રહી અને દબાણ વધતું ગયું. બેટ્સમેન પણ એક પછી એક આઉટ થતા રહ્યા. આખી ઓવર રમ્યા બાદ બાંગ્લાદેશની ટીમ 8 વિકેટે 146 રન બનાવી શકી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 3 વિકેટ લીધી હતી. બુમરાહ અને અર્શદીપે 2-2 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.












Click it and Unblock the Notifications
