IND vs BAN : કાનપુર ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે સરફરાઝ ખાન, જાણો કેમ?

India vs Bangladesh : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતે જીત સાથે શાનદાર શરૂઆત કરી છે. હવે ભારત ક્લિન સ્વીપ સાથે સિરીઝ પુરી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

કાનપુરમાં રમાવા જઈ રહેલી બીજી ટેસ્ટ પહેલા સરફરાઝ ખાનને માઠા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો સરફરાઝ ખાન બીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.

Sarfaraz Khan

બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરાયા નથી. સરફરાઝ ખાન ભારતીય ટીમનો ભાગ છે પરંતું હવે અહેવાલ છે કે તેને બીજી ટેસ્ટ પહેલા જ ટીમમાંથી પરત મોકલી આપવામાં આવી શકે છે. કાનપુર ટેસ્ટમાં તે મેદાન પર નહીં જોવા મળે.

અહેવાલો અનુસાર, કાનપુર ટેસ્ટમાં કેએલ રાહુલને તક આપવામાં આવી શકે છે. જો કેએલ રાહુલ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થશે તો સરફરાઝ ખાનને મોકો નહીં મળે. આ સ્થિતિમાં સરફરાઝ ખાનને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.

BCCI સરફરાઝ ખાનને ઈરાની ટ્રોફીમાં રમવા મોકલી શકે છે. જો કે સરફરાઝ ખાન કાનપુર ટેસ્ટ રમશે કે નહીં તે મેચના એક દિવસ પહેલા નક્કી થશે. જો ટીમનો કોઈ ખેલાડી છેલ્લી ઘડી સુધી ઈજા કે અન્ય સમસ્યાથી નહીં પીડાય તો સરફરાઝ ખાનને બહાર કરાશે.

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકર અનુસાર, જો ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તો સરફરાઝને રાખવાનો કોઈ અર્થ નથી. તેને ઈરાની ટ્રોફી માટે મુક્ત કરાશે. કાનપુર અને લખનૌ દૂર નથી તેથી સરફરાઝ ત્યાંથી લખનૌ જઈ શકે છે.

જણાવી દઈએ કે, કાનપુર ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે સ્પષ્ટ થઈ ગયું હતું કે સરફરાઝ ખાનને કદાચ ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નહીં મળે. કેએલ રાહુલને ફરી એકવાર રમવાની તક આપવામાં આવશે. તેમના માટે આ છેલ્લો મોકો હોઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X