Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND Vs BAN : બાંગ્લાદેશ સામે આ બદલાવ સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, આ ખેલાડીઓને મળી શકે ચાન્સ

એશિયા કપમાં ભારતીય ટીમ શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. બીજી તરફ એક મેચ બાકી છે અને આ મેચમાં ભારતીય ટીમ કેટલાક ખેલાડીઓને ચાન્સ આપી શકે છે.

એશિયા કપની ફાઈનલ પહેલાની છેલ્લી મેચમાં ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર સાથે મેદાન પર ઉતરી શકે છે. ભારત આ મેચને પ્રેક્ટિસ તરીકે જોઈ શકે છે. આ સ્થિતિમાં ભારત પાસે આ મેચમાં પોતાની બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવાની તક હશે.

india

શ્રેયસ અય્યર આ મેચ પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને તે નેટ્સ પર લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરી શકે છે.

આ સિવાય ભારતીય ટીમે 17 સપ્ટેમ્બરે ફાઇનલ રમવાની છે. ટીમના કેટલાક સિનિયર ખેલાડીઓને ફાઈનલ પહેલા આરામ આપવામાં આવી શકે છે. પ્રથમ મેચમાં રાહુલે લાંબી ઇનિંગ્સ રમી હતી અને અણનમ સદી ફટકારી હતી. આ સ્થિતિમાં તેને આરામ આપીને શ્રેયસ અય્યરને તક આપવામાં આવી શકે છે. ઈશાન કિશન આ મેચમાં ભારત માટે વિકેટ કીપિંગ કરતો જોવા મળી શકે છે.

ભારતીય ટીમનો ભાગ રહેલા મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણ જેવા ખેલાડીઓને એશિયા કપમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. આ સ્થિતિમાં આ ખેલાડીઓને તક મળી શકે છે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ પાસે આ મેચ દ્વારા પોતાની બેન્ચ સ્ટ્રેન્થને પરખવાની શાનદાર છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ/મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ/મોહમ્મદ શમી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X