IND vs BAN : આજે બીજી વનડેમાં તરખાટ મચાવશે બોલર્સ
IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની સિરિઝ ચાલી રહી છે. જેમાંથી આજે બીજી વનડે રમાશે. આ મેચ મીરપૂરના શેરે બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની સિરિઝ ચાલી રહી છે. જેમાંથી આજે બીજી વનડે રમાશે. આ મેચ મીરપૂરના શેરે બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર એ છે કે, આ પીચ બોલિંગમાં બેસ્ટ માનવામાં આવે છે. જેથી ભારતીય બોલર્સને શાનદાર પ્રદર્શન કરવામાં મદદ મળશે.

બીજી વનડેમાં તબાહી મચાવશે ટીમ ઈન્ડિયાના બોલર્સ
ટીમ ઈન્ડિયાને બીજી વનડેમાં જે પીચ મળવા જઈ રહી છે, તે સ્પિન બોલર્સને ઘણી મદદ કરશે અને આ પીચ પર 250 રનનો સ્કોર પણ મેચ વિનિંગ સાબિત થશે. આ મેદાન પર પ્રથમ વનડે મેચ પણ રમાઈ હતી, જ્યાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને 10 ઓવરમાં 36 રન આપીને 5 વિકેટ લીધી હતી. જો ટીમ ઈન્ડિયા બીજી વનડેમાં અક્ષર પટેલને પ્લેઈંગ ઇલેવનમાં શામેલ કરે છે, તો તે આ પીચ પર તબાહી મચાવી શકે છે.

મળવા જઈ રહી છે આ ખતરનાક પીચ
અક્ષર પટેલ લેફ્ટ આર્મ સ્પિન બોલર છે અને તે બીજી વનડેમાં મીરપુરની પીચનો ફાયદો ઉઠાવીને બાંગ્લાદેશની ટીમ માટે એક મોટો ખતરો બની શકે છે. જે રીતે બાંગ્લાદેશના લેફ્ટ આર્મ સ્પિનરશાકિબ અલ હસને પ્રથમ ODIમાં 5 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને હરાવ્યુ હતું, તેવીજ રીતે બીજી ODIમાં પણ ટીમ ઈન્ડિયાનો સ્પિન બોલર અક્ષર પટેલ બાંગ્લાદેશની બેટિંગ લાઇનઅપને બરબાદ કરી શકે છે.

ટીમ ઈન્ડિયાનો ખતરનાક ખેલાડી
ટીમ ઈન્ડિયાના સ્પિન બોલરો મીરપુરની પીચનો ફાયદો ઉઠાવી શકે છે. અક્ષર પટેલની સાથે ઓફ સ્પિનરવોશિંગ્ટન સુંદર પણ આ પીચપર ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
જો ટીમ ઈન્ડિયાને બીજી વનડે જીતવી હોય તો બોલર વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલમાંથીકોઈ એકને 5 વિકેટ લેવી પડશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 36 વનડે રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 30 મેચ જીતીછે. આ સાથે જ બાંગ્લાદેશની ટીમે 5 મેચ જીતી છે.












Click it and Unblock the Notifications
