IND vs END : ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 2026માં વધુ એક સિરીઝ રમાશે
IND vs END : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ શ્રેણી હંમેશા ક્રિકેટ ચાહકો માટે ઉત્તેજનાનો વિષય રહી છે. હાલમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી ભલે નિર્ણાયક તબક્કામાં હોય પરંતુ ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ 2026ના તેમના ઘરેલું કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે અને તેમાં ભારતીય ટીમ ફરી એકવાર ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે તે નિશ્ચિત છે.

આગામી શ્રેણી સફેદ બોલ ક્રિકેટ એટલે કે T20 અને ODI ફોર્મેટમાં રમાશે. ભારતીય ટીમ 2026માં ઇંગ્લેન્ડમાં પાંચ T20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ એકદિવસીય (ODI) મેચોની શ્રેણી રમશે.
વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ભલે ઇંગ્લેન્ડનું પલડું ભારે હોય પરંતુ સફેદ બોલ ક્રિકેટમાં ભારતીય ટીમ હંમેશા મજબૂત પડકાર ઊભો કરે છે. ગયા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઇંગ્લેન્ડની ટીમે ભારતનો પ્રવાસ કર્યો હતો ત્યારે ભારતે હરાવ્યા હતા. આ આગામી શ્રેણી પણ એટલી જ રોમાંચક બની રહેશે તેવી અપેક્ષા છે.
આ શ્રેણી 2026માં યોજાવાની હોવાથી કેટલાક મોટા પ્રશ્નો પણ ઊભા થાય છે. શું વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ ત્યાં સુધી ODI શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે?
હાલમાં બંને ખેલાડીઓ ટેસ્ટ અને T20 ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે અને એવી અટકળો છે કે તેઓ આગામી એકદિવસીય વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લઈ શકે છે. જો આવું થશે તો 2026માં ODI શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની કમાન કોના હાથમાં હશે તે જોવું રસપ્રદ રહેશે.












Click it and Unblock the Notifications
