For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG 4th T20I: પ્રીવ્યૂ, પ્લેઈંગ ઈલેવન, ટીમ ન્યૂઝ, ફેન્ટસી ટિપ્સ

IND vs ENG 4th T20I: પ્રીવ્યૂ, પ્લેઈંગ ઈલેવન, ટીમ ન્યૂઝ, ફેન્ટસી ટિપ્સ

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડ ટીમ વચ્ચે ટી20 સિરીઝનો ઘમાસાણ મુકાબલો જામ્યો છે. આ સિરીઝમાં ઈંગ્લેન્ડનું પલડું ભારે નજર આવી રહ્યું છે. ત્રીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને આસાનીથી હરાવી દીધી છે. આની સાથે જ ઈંગ્લેન્ડ પાંચ મેચની સિરીઝમાં 2-1ની બઢત સાથે આગળ ચાલી રહી છે. હવે સિરીઝનો ચોથો મેચ 19 માર્ચે રમાશે.

અત્યાર સુધી ફાસ્ટ બોલર્સે ભારતીય બેટ્સમેનને પરેશાન કર્યા છે. કેપ્ટન કોહલીએ ત્રીજી મેચમાં કલાત્કમ ફીફ્ટી ફટકારી હતી પરંતુ ટીમ તેનો ફાયદો ના ઉઠાવી શકી. આવો જોઈએ કે ચોથી મેચમાં બંને ટીમની જાણકારીઓ શું કહે છે, આ ઉપરાંત અહીં પ્લેઈંગ ઈલેવન પર પણ વાત કરશું.

ભારતીય ટીમની જાણકારી

ભારતીય ટીમની જાણકારી

ભારતીય ટીમને કેએલ રાહુલની લાંબી અને ખરાબ ફોર્મથી પરેશાન કરી રાખ્યા છે જેમણે 1,0, અને 0 રનની ઈનિંગ રમી. વિરાટ કોહલી અને બેટ્સમેન કોચ વિક્રમ રાઠોડે કેએલ રાહુલને ટી20નો નંબર 1 બેટ્સમેન ગણાવ્યો છે. પરંતુ શું ચોથી મેચમાં કેએલ રાહુલ રમશે? આ સવાલ છે કેમ કે બીજી મેચમાં સૂર્યકુામર યાદવ માટે કંઈ ખાસ નહોતું છતાં તેમને ત્રીજી મેચમાં બહાર બેસાડી દેવામાં આવ્યા તો શું આ મેચમાં સૂર્યકુમાર યાદવને કેએલ રાહુલના સ્થાને પરત લાવવામાં આવશે. આ ઉપરાંત યુઝવેન્દ્ર ચહલની બોલિંગ એકતરફ ચિંતા છે જેમણે ત્રણેય મેચમાં વિકેટ ખેરવી પણ પોતાના કોટામાં બહુ મોંઘા સાબિત થયા છે. ચહલે અત્યાર સુધી ક્રમશઃ 44, 34, અને 41 રન પોતાની ચાર ઓવરના કોટામાં આપ્યા છે. એવામાં બની શકે કે ભારત અક્ષર પટેલને ફરીથી પ્લેઈંગ ઈલેવનમાં મોકો આપે.

ઈંગ્લેન્ડની ટીમની જાણકારી

ઈંગ્લેન્ડની ટીમની જાણકારી

હવે વાત કરીએ ઈંગ્લેન્ડની ટીમની તો જોસ બટલરની ફીફ્ટી બાદ ઈંગ્લેન્ડ આરામથી ત્રીજી મેચ જીતી ગયું. પેસર માર્ક વુડ ભારતીય ટીમ માટે સૌથી મોટો ખતરો બનીને ઉભરી આવ્યો છે અને તેનું કારણ તેની 150 કિમી પ્રતિ કલાકની ગતિ છે. જોફ્રા આર્ચર પર રન બનાવવા મુશ્કેલ છે. બીજી તરફ ટૉપ ઓર્ડરમાં કેએલ રાહુલ અને રોહિત શર્મા નથી ચાલી રહ્યા. જો આ વખતે પણ ટૉપ ઓર્ડર ફ્લોપ થાય છે તો ઈંગ્લેન્ડ બીજીવાર તાકાતવર ભૂમિકામાં રહેશે.

પ્લેઈંગ ઈલેવન

પ્લેઈંગ ઈલેવન

ભારતઃ રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ/ કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, વૉશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ/ અક્ષર પટેલ.

ઈંગ્લેન્ડઃ જૉસ બટલર, જેસન રોય, ડેવિડ મલાન, જૉની બેયરસ્ટો, ઈયોન મોર્ગન, બેન સ્ટોક્સ, સૈમ કુર્રન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ.

ડ્રીમ ઈલેવન ટીમ

ડ્રીમ ઈલેવન ટીમ

જોસ બટલર, રોહિત શર્મા, વિરાટ કોહલી, જૉની બેયરસ્ટો, ઋષભ પંત, શ્રેયસ ઐય્યર, બેન સ્ટોક્સ, હાર્દિક પંડ્યા, વૉશિંગ્ટન સુંદર, જોફ્રા આર્ચર, માર્ક વુડ

IPLના ઈતિહાસમાં ઓરેંજ કેપ જીતનાર ખેલાડીઓની યાદીIPLના ઈતિહાસમાં ઓરેંજ કેપ જીતનાર ખેલાડીઓની યાદી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG 4th T20I: Preview, Playing XI, Team News, Fantasy Tips. પ્રીવ્યૂ, પ્લેઈંગ ઈલેવન, ટીમ ન્યૂઝ, ફેન્ટસી ટિપ્સ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X