IND vs ENG : ભારત-ઇંગ્લેડ મેચ પહેલા આવ્યા માઠા સમાચાર, આ મેચ વિનર થયો ઘાયલ

IND vs ENG : ટી20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમી ફાઇનલ મેચ ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાવાની છે. આ મેચ 10 નવેમ્બર એડિલેડના મેદાન પર રમાશે. આ વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે માઠા સમાચાર આવ્યા છે.

IND vs ENG : ટી20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમી ફાઇનલ મેચ ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાવાની છે. આ મેચ 10 નવેમ્બર એડિલેડના મેદાન પર રમાશે. આ વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે માઠા સમાચાર આવ્યા છે. આ મેચ દરમિયાન એક મોટો મેચ વિનર ખેલાડી ટીમમાંથી ખેલાડી ટીમમાંથી ઇજાને કારણે બહાર થઇ ગયો છે. હાલ આ ખેલાડી સેમીફાઇનલ રમશે કે કેમ એ અંગે સસ્પેન્સ છે.

IND vs ENG

ભારત-ઈંગ્લેન્ડ મેચમાંથી બહાર થઈ શકે છે આ ખેલાડી

T20 વર્લ્ડ કપ 2022 ની આ મોટી મેચ પહેલા ઈંગ્લેન્ડની ટીમના કેમ્પમાંથી આ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ શ્રીલંકા સામેની મેચમાં ઇંગ્લિશ ટીમના સ્ટાર બેટ્સમેન ડેવિડ મલાનને ઇજા થઇ હતી. ઈજાના કારણે હવે ડેવિડ મલાન માટે ભારત સામે રમવું મુશ્કેલ છે. તેને ફિલ્ડિંગ દરમિયાન ઈજા થઈ હતી, જ્યારે તે બેટિંગ માટે પણ બહાર આવી શક્યો ન હતો.

સાથી ખેલાડી દ્વારા આપવામાં આવ્યું અપડેટ

ડેવિડ મલાનની ઈજા પર તેના સાથી ખેલાડી મોઈન અલીએ મોટું અપડેટ આપ્યું છે. બીબીસી સાથે વાત કરતા મોઈન અલીએ જણાવ્યું હતું કે, તે ઘણા વર્ષોથી અમારા શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. મને ખબર નથી, પણ સાચું કહું તો તે યોગ્ય લાગતું નથી. તે રવિવારના રોજ સ્કેન માટે ગયા હતા અને જ્યારે તેઓ આવ્યો, ત્યારે અમને ખરેખર બહુ ખબર નથી પણ તે સારું લાગતું નથી.

ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, આર પંત (વિકેટ કિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, આર અશ્વિન, ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.

સ્ટેન્ડબાય ખેલાડીઓ - શાર્દુલ ઠાકુર, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ.

ટી20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમ

જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, એલેક્સ હેલ્સ, હેરી બ્રુક, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ - ટાઇમલ મિલ્સ, લિયામ ડોસન અને રિચાર્ડ ગ્લેસન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X