IND vs ENG : રવિન્દ્ર જાડેજા-રોહિત શર્માએ સરફરાઝ ખાનનું દિલ તોડ્યુ, અધુરૂ રહ્યું મોટુ સપનું
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં સરફરાઝ ખાન ડેબ્યુ કરતા જ છવાઈ ગયો છે. બન્ને ઈનિંગમાં અડધી સદી ફટકાર્યા બાદ સરફરાઝ ખાનનું એક મોટુ સપનું અધુરૂ રહ્યુ છે.
ઈંગ્લેન્ડ સામે સરફરાઝ ખાને પોતાના બેટિંગ કૌશલ્યનો અદભૂત પરિચય આપ્યો. ઘણા સમયથી સરફરાઝ ખાન ભારત માટે રમવાનું સપનું જોઈ રહ્યો હતો, જે આખરે સાકાર થયુ.

સદી ફટકારવાનું સપનું અધૂરું રહ્યું
સરફરાઝ ખાનનો રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામેની ભારતીય ટીમના પ્લેઈંગ 11માં સમાવેશ કરવામાં આવ્યો હતો. સરફરાઝ ખાને બંને ઇનિંગ્સમાં શાનદાર બેટિંગ કરી હતી. જો કે, તે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારવામાં ચૂકી ગયો. સરફરાઝ પાસે બંને ઇનિંગ્સમાં સદી ફટકારવાની તક હતી. પરંતુ તે આ કરી શક્યો નહીં.
ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન બનાવનાર સરફરાઝ ખાને ભારત માટે જોરદાર પ્રદર્શન કર્યું છે. સરફરાઝ ખાને પોતાની પસંદગીને સાચી સાબિત કરી અને શાનદાર બેટિંગ કરી. સરફરાઝ ખાને પ્રથમ દાવમાં 62 રન બનાવ્યા તો બીજા દાવમાં તાના બેટથી 68 રન બનાવ્યા. બંને ઇનિંગ્સમાં ડેબ્યૂ પર અડધી સદી ફટકારીને તેણે સુનીલ ગાવસ્કરની બરાબરી કરી લીધી છે.
સરફરાઝ ખાન પ્રથમ દાવમાં સારા ફોર્મમાં જોવા મળ્યો. 62 રન પર રવિન્દ્ર જાડેજા સાથે ગેરસમજને કારણે તેને રનઆઉટ થઈને પેવેલિયન પરત ફરવું પડ્યું.
બીજી ઈનિંગમાં તેણે વિસ્ફોટક શૈલીમાં રમતા 68 રન બનાવ્યા પરંતુ કેપ્ટન રોહિત શર્માએ ઇનિંગ ડિકલેર કરી અને સરફરાઝ ખાનને પરત બોલાવી લીધો.
ટેસ્ટ મેચમાં હજુ ઘણો સમય બાકી હતો. ઈંગ્લેન્ડની ટીમ ચોથા દિવસે જ મેચ હારી ગઈ. આ સ્થિતિમાં જો કેપ્ટન રોહિત શર્માએ સરફરાઝને થોડી વધુ ઓવર આપી હોત તો તે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી શક્યો હોત. સરફરાઝ ખાન બાકીની બે મેચમાં પોતાનું જોરદાર પ્રદર્શન ચાલુ રાખવા ઈચ્છશે.












Click it and Unblock the Notifications
