For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG T20: GCAએ લીધો મોટો નિર્ણય, પ્રેક્ષકો વગર રમાશે બાકીની મેચ, ટિકીટનું મળશે રિફંડ

કોરોના સંક્રમણને ધ્યાને રાખી અને અનેક જગ્યાએ થઈ રહેલા વિરોધ બાદ હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આગામી 16, 18 અને 20 તારીખે રમાનારી મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં આપવામાં આવે

|
Google Oneindia Gujarati News

કોરોના સંક્રમણને ધ્યાને રાખી અને અનેક જગ્યાએ થઈ રહેલા વિરોધ બાદ હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આગામી 16, 18 અને 20 તારીખે રમાનારી મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં આપવામાં આવે. આવતી કાલે રમાનારી મેચ પણ પ્રેક્ષકો વગર જ રમાડવામાં આવશે. કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે જીસીએ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Cricket

કોરોનાના વધતા જતા કેસોને કારણે GCA દ્વારા BCCI સાથે ચર્ચાવિચારણા કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદમાં રમાનારી બાકીની ટી-20 ઇન્ટરનેશનલ મેચો બંધ બારણે રમાડવાનો અને દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાત કિકેટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, 'જે લોકોએ ત્રણેય ટી-20ની ટીકિટ ખરીદી છે તે તમામને ટીકિટનું રિફન્ડ પણ અપાશે.' જે લોકોએ ટિકિટ ખરીદી છે તેમને નાણાં પરત આપવાની પોલિસી તૈયાર કરવામાં આવશે. જે લોકોને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમ ન આવવા માટે વિનંતી કરવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદમાં કોરોનાનો કહેર, શહેરમાં લગાવ્યું નાઇટ કરફ્યુ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG T20: GCA took a big decision, the rest of the match will be played without spectators, tickets will be refunded
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X