For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: ઈંગ્લેન્ડ સામે ટીમ ઈંડિયાની તૈયારીઓને ઝટકો, વિરાટ કોહલી પણ થયા કોરોના સંક્રમિત

મીડિયા રિપોર્ટસના જણાવ્યા મુજબ ટીમ ઈન્ડિયાના મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલી પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મીડિયા રિપોર્ટસના જણાવ્યા મુજબ ટીમ ઈન્ડિયાના મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલી પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. એવામાં બીજા ખેલાડીઓમાં પણ સંક્રમણ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલા ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. આના કારણે તે બાકીના ખેલાડીઓ સાથે લંડન ગયા નહોતા. જો કે તે હવે ઠીક છે અને પ્રેકટીસ મેચ પહેલા તેમના લીસેસ્ટર પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

virat

તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ આવતા મહિને બર્મિંગહામમાં રમાનારી એકમાત્ર ટેસ્ટમાં સામસામે ટકરાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા 24 જૂનથી લીસેસ્ટર કાઉન્ટી ટીમ સામે પ્રેક્ટિસ મેચ રમશે. આ માટે ભારતીય ખેલાડીઓ પણ લીસેસ્ટર પહોંચી ગયા છે, પરંતુ આ મેચ પર ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગયા અઠવાડિયે લંડન પહોંચેલ વિરાટ કોહલી પણ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતો. જો કે, હવે તે સ્વસ્થ છે.

સૂત્રોના હવાલાથી એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માલદીવથી રજાઓ માણીને પરત ફર્યા બાદ વિરાટ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા. જો કે, હવે તે સ્વસ્થ છે. આનો અર્થ એ થયો કે લીસેસ્ટર સામેની પ્રેક્ટિસ મેચ એટલા ઉત્સાહથી ભરપૂર નહિ હોય જેટલી કોચ દ્રવિડની અપેક્ષા હતી. એવુ માનવામાં આવે છે કે બોર્ડે ટીમ મેનેજમેન્ટને કોરોનામાંથી સાજા થઈ રહેલા ખેલાડીઓ પર વધારે દબાણ ન કરવાની સલાહ આપી છે.

લીસેસ્ટર પહોંચ્યા પછી કોહલી કેટલાક ફેન્સ સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. જો કે, તે લાઈનમાં એકલા દેખાયા હતા. બસમાંથી નીકળતી વખતે તેની સાથે કોઈ ખેલાડી હાજર નહોતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોહલી માલદીવથી પરત ફર્યા બાદ હોસ્પિટલ જતા જોવા મળ્યા હતા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ 1 જુલાઈથી શરૂ થશે. આ ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણીનો એક ભાગ છે. ગયા વર્ષે ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ પહોંચી હતી પરંતુ ચાર મેચ બાદ ભારતના કેટલાક ખેલાડીઓ અને કોચ કોરોના સંક્રમિત હોવાનુ જાણવા મળ્યુ હતુ.

ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ બાદ પાંચમી ટેસ્ટ રમવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પ્રવાસમાં પણ આ જ ટેસ્ટ લેવામાં આવી રહી છે. ભારતીય ટીમ હાલમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ પણ આ ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પહેલા ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ પુષ્ટિ કરી છે કે ઈંગ્લેન્ડ ટીમના બેટિંગ કોચ માર્કસ ટ્રેસ્કોથિક પણ કોરોના સંક્રમિત હોવાનુ જાણવા મળ્યુ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સની તબિયત પણ ખરાબ હોવાનુ કહેવાય છે. સ્ટૉક્સનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તે ટીમ સાથે પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા ન હતા. ઈંગ્લેન્ડને 23 જૂને ન્યૂઝીલેન્ડ સામે છેલ્લી ટેસ્ટ રમવાની છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG: Virat Kohli corona positive after Maldives tours, India's preparation could be affected affect
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X