IND Vs IRE T20: અર્શદીપ સિંહે રચ્યો ઇતિહાસ, બુમરાહને પાછળ છોડ્યો
IND Vs IRE T20: ભારતીય ટીમના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે રવિવારના રોજ આયર્લેન્ડની સામે રમાઇ રહેલી ટી20 સિરીઝની બીજી મેચમાં એક લીધી હતી. આ સાથે તેણે ઇતિહાસ રચ્યો છે. અર્શદીપ સિંહે એન્ડ્રયુ બાલબિર્નીની વિકેટ લીધી હતી, જે તેની ટી20 ઇન્ટરનેશનલમાં 50મી વિકેટ હતી.
અર્શદીપ સિંહ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે. ડાબા હાથના ફાસ્ટ બોલરે જસપ્રીત બુમરાહનો રેકોર્ડ તોડ્યો હતો. અર્શદીપ સિંહે તેની T20I કારકિર્દીની 33મી ઇનિંગમાં તેની 50મી વિકેટ લીધી હતી. આ સાથે જ બુમરાહે 41મી ઇનિંગમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો.

અર્શદીપ સિંહ આ કેસમાં નંબર-2 બન્યો - અર્શદીપ સિંહ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો છે. આ રેકોર્ડ ચાઈનામેન કુલદીપ યાદવના નામે છે, જેણે 30 T20 ઈન્ટરનેશનલમાં 50 શિકાર પૂરા કર્યા છે. અર્શદીપે યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડીને બીજું સ્થાન મેળવ્યું છે. ચહલે 34 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ પૂરી કરી હતી.
T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં ટોચની 10 ટીમોને જોતા, અર્શદીપ સિંહ 50 વિકેટ લેનારો વિશ્વનો બીજો સૌથી ઝડપી બોલર બન્યો છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી એનગિડી ટોપ પર છે. એનગિડીએ માત્ર 32 ઇનિંગ્સમાં 50 વિકેટ લીધી હતી.
અર્શદીપ સિંહ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાન સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. બંને ઝડપી બોલરોએ 33મી ઇનિંગ્સમાં 50 વિકેટ પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ (34 ઇનિંગ્સ) ત્રીજા સ્થાને છે, જ્યારે દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર ડેલ સ્ટેન (35 ઇનિંગ્સ) બીજા સ્થાને સ્થિર છે.
ભારતે સિરીઝ કબ્જે કરી - અત્રે નોંધનીય છે કે, ભારતીય ટીમે રવિવારે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ (IND Vs IRE 2nd T20)માં આયર્લેન્ડને 33 રને હરાવીને સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 152 રન બનાવી શકી હતી. ભારત અને આયર્લેન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચ બુધવારના રોજ રમાશે.
ભારત માટે સૌથી ઝડપી 50 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ
- કુલદીપ યાદવ - 30 મેચમાં
- અર્શદીપ સિંહ - 33 મેચમાં
- યુઝવેન્દ્ર ચહલ - 34 મેચમાં
- જસપ્રીત બુમરાહ - 41 મેચમાં
- રવિચંદ્રન અશ્વિન - 42 મેચમાં
- ભુવનેશ્વર કુમાર - 50 મેચમાં
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત












Click it and Unblock the Notifications
