IND vs IRE : બેન્ચ પર જ બેસી રહેશે આ ખેલાડીઓ, 2નું તો ડેબ્યું પણ નહીં થાય

IND vs IRE : ભારતીય ક્રિકેટ ટીમ આયર્લેન્ડની સામે ત્રણ મેચની ટી20 સિરીઝ રમશે. તાજેતરમાં ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી 5 મેચની ટી20 સિરીઝ 3-2થી હારી ગયું છે. જે બાદ હવે નવા રૂપમાં ભારતીય ક્રિકેટ ટીમ એક નવા કેપ્ટન સાથે આયર્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે.

આયર્લેન્ડની સામે ત્રણ મેચની ટી20 સિરીઝ માટે કેપ્ટન જસપ્રીત બુમરાહ હશે, અને ટીમ નવા ખેલાડીઓથી ભરેલી છે, પરંતુ આ પ્રવાસમાં કેટલાક એવા ખેલાડીઓ Shahbaz Ahmed, Jitesh Sharma, Mukesh Kumar) છે, જેમને પ્લેઈંગ 11માં તક મળવી મુશ્કેલ લાગે છે.

IND vs IRE

શાહબાઝ અહેમદ - શાહબાઝ અહેમદને આયર્લેન્ડ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે, પરંતુ આ ખેલાડી માટે પ્લેઈંગ 11માં તક મેળવવી ઘણી મુશ્કેલ છે. શાહબાઝે હજુ ટી-20માં ડેબ્યૂ કરવાનું બાકી છે, પરંતુ આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે 3 વનડે રમી છે.

બીજી તરફ શાહબાઝને આઈપીએલમાં 39 મેચ રમવાનો અનુભવ છે, જેમાં તેણે 321 રન અને 14 વિકેટ ઝડપી છે, પરંતુ ટીમમાં વોશિંગ્ટન સુંદર પણ હાજર છે. આવી સ્થિતિમાં શાહબાઝ માટે પ્લેઇંગ 11માં સુંદરની હાજરીમાં તક મળવી મુશ્કેલ છે.

જીતેશ શર્મા - જીતેશ શર્માને આયર્લેન્ડ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જિતેશ હજુ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાનો બાકી છે, પરંતુ આ ખેલાડીએ IPL 2023માં 14 મેચમાં 309 રન બનાવ્યા હતા.

જીતેશ શર્માની ઝડપી બેટિંગે સૌના દિલ જીતી લીધા હતા. જોકે સંજુ સેમસનને આયરલેન્ડમાં વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરી શકાય છે. આવી સ્થિતિમાં તેમના માટે તક મળવી ખૂબ મુશ્કેલ છે.

મુકેશ કુમાર - મુકેશ કુમારે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં તમામ 5 મેચ રમી હતી. જ્યાં તે માત્ર 3 વિકેટ જ લઇ શક્યો હતો. ટીમમાં કૃષ્ણા અને સુકાની જસપ્રિત બુમરાહનો સમાવેશ થાય છે, અને વર્લ્ડ કપ અને એશિયા કપ પહેલા આ બંને બોલરોની તૈયારીઓને જોતા દરેક મેચ રમવી જરૂરી છે. આવી સ્થિતિમાં મુકેશ માટે તક મળવી ખૂબ મુશ્કેલ છે.

આયર્લેન્ડ T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા - જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), જિતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બીશનો ક્રિષ્ના, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અવેશ ખાન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X