For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs NZ: હેમિલ્ટનમાં શું વરસાદ રોકશે ભારતનો વિજય રથ, 200 રન બનાવીને પણ હાર્યું હતું

IND vs NZ: હેમિલ્ટનમાં શું વરસાદ રોકશે ભારતનો વિજય રથ, 200 રન બનાવીને પણ હાર્યું હતું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પહોંચેલી ભારતીય ટીમ ટી20 સીરિઝ પહેલા 2 મેચમાં જીત હાંસલ કર્યા બાદ સેડન પાર્કમાં રમાઈ રહેલ ત્રીજી મેચ માટે હેમિલ્ટન પહોંચી ચૂકી છે. 5 મેચની ટી20 સીરિઝમાં ભારતે 2-0ની લીડ બનાવી લીધી છે જેને તેઓ હેમિલ્ટનના મેદાન પર બુધવારે રમાવવા જઈ રહેલ મેચમાં 3-0ની અજેય બઢતમાં બદલવા માંગશે જ્યારે ન્યૂઝીલેન્ડની સમગ્ર કોશિશ હશે કે જીત નોંધાવી સીરિઝમાં વાપસી કરવામાં આવે. એવામાં ફેન્સને એક શાનદાર મુકાબલો જોઈ શકવાની ઉમ્મીદ છે. સીરિઝની પહેલી મેચ જ્યાં બંને ટીમોએ 200થી વધુનો સ્કોર કર્યો હતો તયાં બીજી મેચમાં પિચ ધીમી હોવાના કારણે રનોનો વરસાદ નહોતો જોવા મળ્યો. જો કે સેડન પાર્કના મેદાનમાં વરસાદ પણ વિઘ્ન નાખી શકે છે.

વરસાદ બની શકે વિલન

વરસાદ બની શકે વિલન

હવામાન વિભાગ મુજબ હેમિલ્ટનમાં ફેન્સને થોડી નિરાશા હાથ લાગી શકે છે કેમ કે મોસમી વરસાદને પગલે મેચનો રંગ ફીકો પડી શકે છે. એક્યૂ વેધરના રિપોર્ટ મુજબ બુધવારે થનાર આ મેચમાં વરસાદ સતત ખલેલ પહોંચાડી શકે છે. જો કે હવામાન વિભાગ મુજબ વરસાદ માત્ર દિવસના સમયે જ રહેશે અને સાંજે માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે. હેમિલ્ટનમાં સાંજના સમયે મેચ રમાશે જે લોકલ સમય મુજબ આપણે ભારતમાં બપોરના 12.20 વાગ્યે રમાશે.

ભીની આઉટફીલ્ડ ચિંતાનો વિષય બનશે

ભીની આઉટફીલ્ડ ચિંતાનો વિષય બનશે

ઉલ્લેખનીય છે કે જો વરસાદ દિવસમાં આવે છે તો ત્યારે મેચનું રિઝલ્ટ સેડન પાર્કના ગ્રાઉન્ડ સ્ટાફ અને ડ્રેનેઝ સિસ્ટમ પર નિર્ભર રહેશે. કેમ કે જો વરસાદ થઈ તો અહીં ગ્રાઉન્ડમેનને જોવાના રહેશે કે વરસાદ બંધ થયા બાદ તેઓ કેટલા સમયમાં મેદાન રમવા લાયક બનાવી શકે છે. વરસાદ બાદ મેદાનની ભીની આઉટફીલ્ડ બંને ટીમો માટે ચિંતાનો વિષય બની શકે છે.

પહેલા બેટિંગ કરનાર ટીમની બોલબાલા

પહેલા બેટિંગ કરનાર ટીમની બોલબાલા

સેડન પાર્કમાં અત્યાર સુધી કીવી ટીમે 9 ટી20 ઈન્ટરનેશનલ મેચની મેજબાની કરી છે. જેમાં 5 વાર પહેલા બેટિંગ કરનાર ટીમે જીત હાંસલ કરી છે, જ્યારે 4 વાર રનનો ટાર્ગેટ કરી રહેલ ટીમ વિજય બની છે. આ મેદાન પર છેલ્લે જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમની ટક્કર થઈ ત્યારે ભારતે માત્ર 4 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કીવી ટીમે 212 રન બનાવ્યા હતા જ્યારે ભારતીય ટીમે ટાર્ગેટનો પીછો કરતાં માત્ર 208 રન જ બનાવી શકી હતી. આ મેદાનમાં 3 વાર 200 કે તેથી વધુનો સ્કોર બની ચૂક્યો છે.

ભારત અને ન્યૂઝીલેન્ડના સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત અને ન્યૂઝીલેન્ડના સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારતઃ કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, શિવમ દુબે, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ

ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગપ્ટિલ, કૉલિન મુનરો, કેન વિલિયમસન, કૉલિન ડી ગ્રાન્ડહોમ, રોસ ટેલર, ટિમ સાઈફર્ટ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી, ઈશ સોઢી, બ્લેયર ટિકનર, હામિશ બેનેટ.

IPL 2020: આ છે 4 ટીમો જેમની પાસે છે સુપર ઓવરના બેસ્ટ બોલર્સIPL 2020: આ છે 4 ટીમો જેમની પાસે છે સુપર ઓવરના બેસ્ટ બોલર્સ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs NZ: hamilton weather, pitch report, predicted playing xi, probable playing xi, head to head record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X