IND vs PAK : કોહલીની શાનદાર સદી બાદ અનુષ્કા શર્માનું રિએક્શન વાયરલ, જુઓ શું કહ્યું?
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલા એશિયા કપના મુકાબલામાં ભારતીય ટીમ તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી છે. કોહલીની 47મીં સદી બાદ હવે અનુષ્કા શર્માનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરૂદ્ધ વન ડે કરિયરની 47મી સદી ફટકારી. આ દરમિયાન તેને 9 ચોગ્ગા અને 3 શાનદાર છગ્ગા ફટકાર્યા. કોહલીની સદી બાદ તેની પત્ની અનુષ્કાએ ઈન્સ્ટા સ્ટોરી પર કોહલીની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, સુપર નોક, સુપર ગાય.

કોહલીએ વનડે ફોર્મેટમાં 13 હજાર રન પુરા કર્યા છે. આ સાથે કોહલી વન ડે ફોર્મેટમાં સૌથી ઝડપી 13 હજાર રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. કોહલીએ 267 ઇનિંગ્સમાં 13 હજાર રનનો આંકડો પાર કર્યો.
અગાઉ આ યાદીમાં સચિન તેંડુલકર ટોચ પર હતો. સચિન તેંડુલકરે 321 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલી અને સચિન તેંડુલકર બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ત્રીજા નંબર પર છે.
આ સિવાય કોહલઈએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં છેલ્લી 4 મેચમાં 4 સદી ફટકારી છે. આ મેદાન પર વિરાટ કોહલીએ છેલ્લી 4 વનડે ઇનિંગ્સમાં અનુક્રમે 128, 131, 110 અને 122 રન બનાવ્યા છે. આ સિવાય તે ત્રણ વખત નોટ આઉટ પરત ફર્યો છે.
Instagram story by Anushka Sharma. pic.twitter.com/FLxM6bkCEx
— Johns. (@CricCrazyJohns) September 11, 2023
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહેલા 2023 એશિયા કપના સુપર-4 રાઉન્ડની ત્રીજી મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને પાકિસ્તાનને 357 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતના કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ પાકિસ્તાની બોલરોને ફટકારતા શાનદાર સદી ફટકારી. વિરાટ અને રાહુલની સદીઓની મદદથી ભારતે 50 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે.












Click it and Unblock the Notifications
