Ind Vs Pak: કોહલીએ બતાવ્યું વિરાટ રૂપ, પાકિસ્તાને જીતવા માટે 152 રનનું લક્ષ્ય
ભારત અને પાકિસ્તાનની ટીમો આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત એકબીજાનો સામનો કરી રહી છે. બંને કટ્ટર હરીફ ટીમો લાંબા ગાળા બાદ ક્રિકેટ મેદાન પર એકબીજા સામે ટકરાઇ છે. સ્ટાર ક્રિકેટરોથી ભરેલી બંને ટીમો જીત સાથે ટૂર્નામેન્ટની
ભારત અને પાકિસ્તાનની ટીમો આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત એકબીજાનો સામનો કરી રહી છે. બંને કટ્ટર હરીફ ટીમો લાંબા ગાળા બાદ ક્રિકેટ મેદાન પર એકબીજા સામે ટકરાઇ છે. સ્ટાર ક્રિકેટરોથી ભરેલી બંને ટીમો જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા માંગે છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 151 રન બનાવ્યા હતા. પાકિસ્તાને જીતવા માટે 152 રન બનાવવા પડશે.

ભારત તરફથી બેટીંગ કરતા વિરાટ કોહલીએ 49 બોલમાં 57 રન બનાવ્યા હતા, આ ઉપરાંત તથા રિષભ પંતે 30 બોલમાં 39 રન તથા રવિન્દ્ર જાડેજાએ 13 બોલમાં 13 રન તથા હાર્દિક પાંડ્યાએ 8 બોલમાં 11 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બોલિંગ કરતા શાહિન આફ્રીદીએ 3 વિકેટ તથા હસન અલીએ 2 તથા શાદાબ ખાન- હરિશ રૌફે 1-1 વિકેટ ઝડપી હતી.
આ મેચમાં ભારતીય ટીમને સપોર્ટ કરવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે બોલિવૂડમાંથી ઉર્વશી રૌતેલા, અક્ષય કુમાર અને પ્રિતી ઝિન્ટા અને વિવેક ઓબેરોય જેવી હસ્તીઓ પણ સ્ટેડીયમમાં હાજર રહી હતી.
ભારતની પ્લેઇંગ 11
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રીષભ પંત (wk), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર
પાકિસ્તાનની પ્લેઇંગ 11
બાબર આઝમ (C), મોહમ્મદ રિઝવાન(W), ફખર જમાન, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, આસિફ અલી, શાદાબ ખાન, ઇમાદ વસીમ, હસન અલી, શાહીન આફ્રીદી, હરીશ રૌફ
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
