Ind vs Pak Match Cancel: ભારે વિરોધ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ, આ પાંચ ખેલાડીઓએ કર્યો મેચનો બહિષ્કાર

WCL 2025, India vs Pakistan Match Cancel: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં 20 જુલાઈએ રમાનારી ભારત-પાકિસ્તાન મેચ રદ કરવામાં આવી છે. આ મેચ રદ કરવા પાછળનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે પાંચ ભારતીય ખેલાડીઓએ આ મેચ રમવાનો ઇનકાર કર્યો છે. એ પાંચ ભારતીય ખેલાડીઓએ આ મેચમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. ભારત-પાકિસ્તાન મેચ એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાવાની હતી. આ મેચ કેન્સલ થવાની માહિતી એજબેસ્ટન સ્ટેડિયમ અને WCLના એક્સ હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે.

Ind vs Pak Match Cancel

આયોજકોએ માંગી માફી

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સે એક સત્તાવાર નિવેદન જારી કરીને ભારતીય ખેલાડીઓ અને ચાહકોની લાગણીઓને અજાણતામાં ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી છે.

એજબેસ્ટન સ્ટેડિયમે તેના X હેન્ડલ પર લખ્યું છે કે WCLના ઇવેન્ટ આયોજકે પુષ્ટિ કરી છે કે 20 જુલાઈએ યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ કેન્સલ થઈ ગઈ છે. તેમણે ચાહકોને અપીલ પણ કરી છે કે તેઓ આ મેચ જોવા માટે સ્ટેડિયમ ન આવે. એટલું જ નહીં, એજબેસ્ટન સ્ટેડિયમે તેના X હેન્ડલ પર લખ્યું કે બધા ચાહકોને તેમના પૂરા પૈસા પરત કરવામાં આવશે.

આ પાંચ ખેલાડીઓએ કર્યો મેચનો બહિષ્કાર

ઇન્ડિયા ચેમ્પિયન્સે WCL 2025 માટે 15 ખેલાડીઓનું સિલેક્શન કર્યુ હતું. પરંતુ, તેમાંથી પાંચ ખેલાડીઓએ પાકિસ્તાન વિરુધ્ધ મેચ રમવાથી ઇનકાર કર્યો અને મેચ રદ્દ કરવામાં આવી. પાંચ ખેલાડીઓનું પાકિસ્તાન વિરુધ્ધ મેચમાંથી નામ પાછું લઇ લેવાનો મતલબ છે કે ભારત પોતાની પ્લેઇંગ ઇલેવન નહીં બનાવી શકે. જે પાંચ ખેલાડીઓએ પાકિસ્તાન વિરુધ્ધ મેચનો બહિષ્કાર કર્યો છે, તેમાં સુરેશ રૈના, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, હરભજન સિંહ અને શિખર ધવન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X