IND vs PAK: રોહિત-કોહલી નહીં તો ફેન્સ પણ નહીં! મુશ્કેલથી વેચાઈ રહી છે ટિકિટ

IND vs PAK: Asia Cup 2025માં આગામી ભારત-પાકિસ્તાન મેચને લઈને ક્રિકેટ કાઉન્સિલ અને એશિયા કપ ક્રિકેટ મેનેજમેન્ટનો તણાવ ખરા અર્થમાં વધી ગયો છે. એવામાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ આમ થવા પાછળનું એક ચોંકાવનારું કારણ આપ્યું છે.

IND vs PAK

IND vs PAK, Rohit Sharma and Virat Kohli: એશિયા કપ 2025(Asia Cup 2025) માં અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે. આ દરમિયાન, સ્ટેડિયમમાં ફેન્સની ખૂબ જ ઓછી હાજરીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)નું તણાવ વધારી દીધું છે. ACCને 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચથી ઘણી આશાઓ હતી, પરંતુ ચાહકો આ મેચમાં વધુ રસ દાખવી રહ્યા નથી, આ વખતે ક્રિકેટ રસિકોને જાણે ભારત-પાકિસ્તાન મેચમાં કોઈ રસ ન રહ્યો હોય એવો ઘાટ ઘડાયો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાનું માનવું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં ન હોવાને કારણે ફેન્સ આ ટુર્નામેન્ટમાં વધુ રસ દાખવી રહ્યા નથી.

આકાશ ચોપરાનું ચોંકાવનારું નિવેદન

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરા તેમના બેબાક નિવેદન અને અતરંગી શબ્દ પ્રયોગના લીધે ક્રિકેટ જગતમાં ખૂબ જાણીતા છે. 4 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચમાં ધાર્યા મુજબ ટિકિટો નહીં વહેંચાતા આકાશ ચોપરાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીના સન્યાસ બાદ ફેન્સ ખરા અર્થમાં નિરાશ થયા છે જે કારણે આ મેચની 50% ટિકિટો પણ હજુ સુધી વેચાઈ નથી.

ટિકિટ ન વેચવાનું કારણ રોહિત શર્મા-વિરાટ કોહલી

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરી સિવાયનું બીજું મુખ્ય કારણ આપતા એ પણ કહ્યું કે, એવું પણ નથી કે ટિકિટો ખૂબ મોંઘી છે પરંતુ ક્રિકેટ રસિકો અને રોહિત-વિરાટના ચાહકોને ભાગ્યે જ તેમને રૂબરૂ જોવાની તક મળે છે, તેથી તેમની ગેરહાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આજ કારણ છે કે વધારે ફેન્સ મેચ જોવા નથી આવી રહ્યા.

સ્ટેડિયમમાં ફેન્સની ખૂબ જ ઓછી હાજરી

આકાશ ચોપરાએ કહ્યું કે, બાંગ્લાદેશ, ભારત અને અફઘાનિસ્તાન એશિયા કપમાં એક-એક મેચ રમ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ સ્ટેડિયમમાં વધુ ફેન્સ જોવા મળ્યા નથી. આનું કારણ એ નથી કે ટિકિટો ખૂબ મોંઘી છે અથવા સંયુક્ત આરબ અમીરાત (UAE) ના લોકોને અઠવાડિયાના દિવસોમાં સાંજે મેચ જોવામાં મુશ્કેલી પડી રહી છે.

આકાશ ચોપરાએ ભારપૂર્વક જણાવ્યું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીના રમવાથી ઘણો ફરક પડે છે. જો તેઓ હાજર હોત, તો ચાહકોની સંખ્યા બમણી થઈ શકી હોત. જે મેચમાં 5,000 લોકો આવ્યા, તે મેચમાં જો રોહિત અને વિરાટ હાજર હોત તો ઓછામાં ઓછા 10,000થી 15,000 લોકો મેચ જોવા આવ્યા હોત. ભાગ્યે જ તેમને રૂબરૂ જોવાની તક મળે છે, તેથી તેમની ગેરહાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X